વીમો પકવવા માટે અજબ તરકીબ, ભંગારના ડેલામાં પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી

વીમો પકવવા માટે જૂના ટ્રકને ભંગારમાં વેચી દઈ વલસાડ પારડી પોલીસ મથકમાં ટ્રક ચોરી અંગેની ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ વલસાડ એલ.સી.બી.એ તપાસ કરતાં ટ્રક અને ટ્રેલર ચોરીના ગુના ધુલે મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી આશરે ૧૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, કિલ્લા-પારડીના વિપુલ કોમ્પલેકસમાં રહેતા કપ્તાન સિંહ રામનિયાદ સિંહ રાજપૂતન વલસાડના ગુંદલાવ હાઈવે પર આવેલ શેરે પંજાબ નામની હોટલની બાજુમાં ભારત બેન્ઝ ટ્રક નંબર જીજે 15 /એટી / 9996 વળી 8 લાખની કિંમતની ટ્રક ચોરી અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ માલિકની ૩ ટ્રકો પારડી વિસ્તારમાંથી પણ ચોરી થતાં પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચોરી અંગે વલસાડ એલસીબી ટીમ દ્વારા ટ્રક ચોરી અંગે તપાસ કરાવતા ચોરીના ગુનામાં ટ્રક હઝરત ઉર્ફે રાજુ રહે મહારાષ્ટ્ર ધુલિયામાં મુંબઈ આગરા હાઇવે ઉપર સ્ક્રેપનું ગોડાઉન ચલાવે છે. 
વીમો પકવવા માટે અજબ તરકીબ, ભંગારના ડેલામાં પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી

વલસાડ : વીમો પકવવા માટે જૂના ટ્રકને ભંગારમાં વેચી દઈ વલસાડ પારડી પોલીસ મથકમાં ટ્રક ચોરી અંગેની ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ વલસાડ એલ.સી.બી.એ તપાસ કરતાં ટ્રક અને ટ્રેલર ચોરીના ગુના ધુલે મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી આશરે ૧૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, કિલ્લા-પારડીના વિપુલ કોમ્પલેકસમાં રહેતા કપ્તાન સિંહ રામનિયાદ સિંહ રાજપૂતન વલસાડના ગુંદલાવ હાઈવે પર આવેલ શેરે પંજાબ નામની હોટલની બાજુમાં ભારત બેન્ઝ ટ્રક નંબર જીજે 15 /એટી / 9996 વળી 8 લાખની કિંમતની ટ્રક ચોરી અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ માલિકની ૩ ટ્રકો પારડી વિસ્તારમાંથી પણ ચોરી થતાં પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચોરી અંગે વલસાડ એલસીબી ટીમ દ્વારા ટ્રક ચોરી અંગે તપાસ કરાવતા ચોરીના ગુનામાં ટ્રક હઝરત ઉર્ફે રાજુ રહે મહારાષ્ટ્ર ધુલિયામાં મુંબઈ આગરા હાઇવે ઉપર સ્ક્રેપનું ગોડાઉન ચલાવે છે. 

વલસાડ એલસીબીની ટીમે ત્યાં દરોડા પાડતા ગોડાઉનમાંથી ટ્રકનો કટિંગ કરી નાખેલ સામાન મળી આવ્યો હતો. એલસીબી પોલીસે ફરિયાદી કપ્તાનસિંહ રામનિયાદસિંહની કડક પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, પોતાના પારડીમાં રહેતા મિત્ર બક્ષીસિંહ  સાથે મળી આ ટ્રકને હઝરત ઉલ્લા ઉર્ફે રાજુ સ્ક્રેપમાં આપી દઈ પોલીસ મથકમાં વીમો પકવવા માટે ખોટી ફરિયાદ આપી હતી. પોલીસે મહારાષ્ટ્રના ધુલેમાં દરોડો પાડતા પ્રથમ નંબર જીજે 15/એટી /9990 nikoli કાઢેલ સ્પેરપાર્ટ બોડી, એન્જિનિયર, ડીશ, ટાયર મળી કુલ 9,55,000 રૂપિયા 4 મોબાઇલ કિંમત 15,500 કટીંગ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ગેસ કટર સેટ કિંમત 29,000 મળી કુલ આશરે ૧૦ લાખના મુદ્દામાલ સાથે આરોપી હઝરત ઉલ્લા ઉર્ફે રાજુ રહેમત ઉલ્લા ખાન તથા અબ્દુલ્લા ખાન ઉર્ફે પાપા રહેમત ઉલ્લા ખાન બંને રહે રહે. રહે. ધુલીયા મુલ્લાનગર મહારાષ્ટ્ર મૂળ યુપી, બક્ષીસિંહ આત્માસિંહ ધીલ્લોન તથા પવનદિપસિંહ બક્ષી સિંહ ધિલ્લોન બંને રહે. ડુંગરી નેશનલ હાઇવે નંબર 48 ની બાજુમાં શાંતામણી એપાર્ટમેન્ટ ત્રીજા માળે તાજી વલસાડ મૂળ રહે પંજાબ, તથા કપ્તાન સિંહ રામનિયાદસિંહ રાજપુત રહે કિલ્લા-પારડીરહે કિલ્લા-પારડી વિપુલ કોમ્પલેક્ષ ફ્લેટ નંબર 9 તા.પારડી જી. વલસાડ મૂળ રહે યુપી ની ધરપકડ કરવામાં આવી હતી. 

આ પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવતા વલસાડ, પારડી, ડુંગરી અને વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા છે. ડીએસપીએ વધુ માહિતી આપી કે, આરોપી હઝરત ઉલ્લા ઉર્ફે રાજુ રહેમતઉલ્લા ખાન મુંબઈ કુર્લા તથા મુંબઈ વાસી પોલીસ મથકમાં ચોરી કરેલ ટ્રકો સ્ક્રેપ કરેલ તે અંગે ગુનો દાખલ કવિ તેવી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી બક્ષી સિંહ આત્મા સિંહ  ધીલ્લોન વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્લાસ્ટિકના દાણા ચોરીના ગુનામાં અટક કરવામાં આવી હતી. આરોપી કપ્તાન સિંહરામ નિયાદ સિંહ વિરોધ વાપી જીઆઇડીસીમાં અનાજની ટ્રક ચોરી ગુનામાં ટીવી ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા એલસીબીની ટીમે વલસાડ રૂરલ અને પારડી પોલીસ મથકમાં ટ્રક ચોરી અંગેના પાંચ ગુનાઓ લીધા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news