રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. નીતિન પેથાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે તેઓને કોરોના અંગેના કોઇ લક્ષણ નહી હોવાનાં કારણે તેમને ઘરે જ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તબિયત સ્વસ્થ હોવાથી તેમને હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું. હાલ તેમની તબિયત સ્થિર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણના નામે ઉઘાડી લૂંટ કરતા મંત્રીઓ ક્યારે હાજરી પુરાવશે? કોંગ્રેસના વેધક સવાલ


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કેસની સંખ્યા સતત વધતી જઇ રહી છે. રાજકોટ પોઝિટિવ કેસની સંખ્યા 2550 ને પાર 2592 પર પહોંચી છે.  રાજકોમાં 1067 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટનાં પણ 1067 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં રોજ 60થી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. ગ્રામ્યમાં પણ રોજનાં 35ની આસપાસ કેસ નોંધાઇ રહ્યા છે. રાજકોટમાં આજે વધારે 28 કેસ અને કોરોનાથી 16 દર્દીના મોત નિપજ્યાં છે. જામનગરમાં આજે 76 અને ગોંડલમાં17 કેસ નોંધાયા છે. 


રાજકોટ ક્રાઇમબ્રાંચે કોંગી કોર્પોરેટર સહિત 4 જુગારીઓને ઝડપી પાડ્યા

ભાવનગર જિલ્લામાં પોઝિટિવ 2382 પર પહોંચ્યા છે. ભાવનગર શહેરમાં કુલ 1472 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 27નાં મોત નિપજ્યાં છે. 1167 દર્દી કોરોના મુક્ત થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. 278 દર્દી સારવાર હેઠળ છે. ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 910 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 14 ના મોત નિપજ્યાં છે. 679 ડિસ્ચાર્જ કરાયા છે. 210 દર્દી સારવાર હેઠળ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર