મુખ્યમંત્રીએ કહ્યું, ઉગતા સૂર્યની ભૂમિ છે દાહોદ, હવે વિકાસ થકી તે ઝળહળી ઉઠશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે પ્રાસંગિક ઉદ્બોદ્ધન કરતા જણાવ્યું કે, આદિજાતિ બંધુઓના સર્વાગી વિકાસ માટે પ્રધાનમંત્રીના નેતૃત્વ, સંકલ્પ અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકામાં રૂ. ૧ લાખ કરોડથી વધુના વિકાસકાર્યો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. અંબાજીથી ઉમરગામ સુધીના ગુજરાતના આદિવાસી બેલ્ટમાં પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, સિંચાઇ જેવી પ્રાથમિક સુવિધાઓથી સંપન્ન બનાવ્યા બાદ હવે આ વિસ્તારને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવી રહ્યો છે. દાહોદ જેવા વિસ્તારમાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે તેમ પણ જણાવ્યું હતું.
દાહોદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે પ્રાસંગિક ઉદ્બોદ્ધન કરતા જણાવ્યું કે, આદિજાતિ બંધુઓના સર્વાગી વિકાસ માટે પ્રધાનમંત્રીના નેતૃત્વ, સંકલ્પ અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકામાં રૂ. ૧ લાખ કરોડથી વધુના વિકાસકાર્યો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. અંબાજીથી ઉમરગામ સુધીના ગુજરાતના આદિવાસી બેલ્ટમાં પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, સિંચાઇ જેવી પ્રાથમિક સુવિધાઓથી સંપન્ન બનાવ્યા બાદ હવે આ વિસ્તારને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવી રહ્યો છે. દાહોદ જેવા વિસ્તારમાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે તેમ પણ જણાવ્યું હતું.
આદિવાસીઓનાં એટલા ઉપકાર છે કે, હું આજીવન તેમનું રૂણ ચુકવી નહી શકું: PM મોદી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દાહોદમાં સૂર્યદેવનું પ્રથમ કિરણ પ્રવેશે છે. જે સમગ્ર ગુજરાત ઝળહળતું કરે છે. તે બહુધા આદિવાસી પંથક દાહોદને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રૂ. ૨૧ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટથી ઝળહળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પોતાના યશસ્વી નેતૃત્વથી દુનિયા સમક્ષ વિકાસ કોને કહેવાય અને વિકાસ કેવો હોય તેનું આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે, અગાઉની સરકારના સમયે આદિવાસી બાંધવો માટે ૨૨ વર્ષમાં માંડ રૂ. ૨૨૬૭ કરોડનું એટલે વાર્ષિક રૂ. ૧૦૦ કરોડ બજેટ રહેતું હતું. જયારે આદિજાતિ બંધુઓના સર્વાગી વિકાસ માટે પ્રધાનમંત્રીના નેતૃત્વ, સંકલ્પ અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકામાં રૂ. ૧ લાખ કરોડથી વધુના વિકાસકાર્યો સંપન્ન કરાયા છે. જ્યારે આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં હજુ રૂ. ૧ લાખ કરોડના વિકાસકામોની ભેટ અપાશે.
આદિવાસી બાંધવોને તમામ પાયાની સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શિક્ષણ થી ઉચ્ચ શિક્ષણ આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મળે તેના માટેના દ્વાર રાજ્ય સરકારે ખોલી નાખ્યા છે. મેડિકલના શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણની આદિવાસી યુવાનોને ઘરઆંગણે તક મળી છે. ઓનલાઈન શિક્ષણનો લાભ પણ આદિવાસી યુવાનો મેળવી શકે તે માટે રૂ. ૧૧૧ કરોડનું નેટવર્ક ઉભું કરાશે તેનું પાકું આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
ગુજરાતની આ ઘટના જોઇને તાલીબાનો પણ શરમાઇ જશે, જાહેરમાં યુવક અને યુવતી સાથે તેના જ પિતા અને ભાઇએ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સર્વે સન્તુ નિરામયના આદર્શોને ચરીતાર્થ કરતા રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારની આરોગ્ય સુખાકારી માટે ૨૭ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૮૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો પ્રારંભ કરશે. તેમજ ૧૭૫ એમ્બ્યુલન્સ રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારના આરોગ્ય કલ્યાણ માટે ભેટ આપી છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના સર્વાગી વિકાસ માટે પાયાના વિકાસ કાર્યો પહોંચતા કર્યા છે. નલ થી જળ યોજના થકી પાંચ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી હવે પહોંચતું થયું છે. આદિવાસી વિસ્તારોમાં ૬ લાખ પરિવારો માટે પાકા આવાસો બનાવાયા છે.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આદિવાસી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ અને બલિદાનોના સન્માનમાં નર્મદાના ગરુડેશ્વર ખાતે રૂ. ૧૩૭ કરોડના ખર્ચે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરાશે. વિકાસ માટે આદિવાસી સમાજ કોઇનો મોહતાજ ના રહે તેવા દ્રઢ નિર્ણયો કરી આદિવાસી ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ દ્વારા આત્મ નિર્ભર ગુજરાત થકી આત્મ નિર્ભર ભારતની વડાપ્રધાનની સંકલ્પનાને સાકાર કરવામાં આવશે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલએ જણાવ્યું કે ગુજરાતના આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવી તેમના સર્વાંગી વિકાસ માટેવનબંધુ કલ્યાણ યોજના ૨૦૦૭ માં અમલમાં મૂકી હતી અને હવે આ યોજના હેઠળ રૂ. એક લાખ કરોડથી વધુની જોગવાઈ કરવામાંઆવી હતી. કોરાનાની મહામારીમાં સમયે કોઈ ગરીબ ભૂખ્યો સુવે નહિ તેની દરકાર લઈ નરેન્દ્રએ વિના મૂલ્યે અનાજ આપવાનું શરૂ કર્યું છે. તેનાથી આદિવાસી સમાજને બહુ ફાયદો થયો છે.
GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 12 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
આજનો દિવસ આદિવાસીઓ માટે સુવર્ણ અક્ષરે લખાશે એવી લાગણી વ્યક્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી મતી નિમિષાબેન સુથારે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓની સમસ્યાઓને વાચા આપી પીએમ આવાસ યોજના હેઠળ નિર્માણ થતા આવાસો મહિલાઓને નામે કરી મહિલા શક્તિનું સન્માન કરી મહિલાઓને તેમના અધિકારો આપવાનું કાર્ય કર્યું છે. વડાપ્રધાનએ પ્રારંભે વિવિઘ યોજનાના લાભાર્થી એવા આદિવાસી બાંધવો સાથે સ્નેહસભર સંવાદ સાધ્યો હતો અને સરકારની યોજનાઓના લાભ થકી તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. આ સંવાદ દરમિયાન આદિવાસી સમાજનાં લાભાર્થીઓના ચહેરા ઉપર આનંદ અને આંખોમાં વડાપ્રધાન પ્રત્યેની લાગણી સ્પષ્ટ જોવા મળતી હતી.
જો તમે આ કંપનીનું તેલ ખાતા હો તો સાવધાન, સીધા જ કેન્સરનાં ભોગ બની જશો
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી મતી દર્શના જરદોશ, સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્ય મંત્રી મંડળના સદસ્યો જીતુ ચૌધરી, કુબેર ડિંડોર, સાંસદ સર્વ પ્રભુ વસાવા, રતનસિંહ રાઠોડ, મતી રંજનબેન ભટ્ટ, રમીલાબેન બારા, મનસુખ વસાવા, કે.સી.પટેલ, ગીતાબેન રાઠવા, ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ મુખ્ય સચિવ પંકજકુમાર,વરિષ્ઠ સચિવો,અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં આદિવાસી માનવ મહેરામણ ઉપસ્થિત રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube