ગાંધીનગર : અઢી મહિનાના સમયગાળા દરમિયાન શ્રમજીવી પરિવારનાં બાળકનું બે વખત અપહરણ થઇ જતા અડાલજ પોલીસ દ્વારા બાળક ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે દિવસમાં એકવાર વિઝિટ કરીને તેના ભરણપોષણની પણ જવાબદારી નિભાવવાની કામગીરી ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારનાં ભોળપણનો ફાયદો ઉઠાવી નવજાત શિશુનુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી નર્સની ઓળખ આપીને અપહરણ કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સીધી સુચનાથી ક્રાઇમબ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળકને બનાસકાંઠામાંથી છોડાવી હતી. આરોપી અસ્મિતા ડાહ્યાભાઇ ભારથી અને જીગ્નેશ ભારથીને ઝડપી લીધા હતા. આ કિસ્સામાં પ્રેમીની ઇચ્છા પુરી કરવા પ્રેમિકાએ અપહરણ કર્યાનું ખુલ્યું હતું. 


જો કે બીજી વખત આ પરિવારનું બાળક ગાંધીનગર પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. 05 જુનના રોજ અડાલજના ત્રીમંદીર પાસે રહેતા શ્રમજીવીની માતા પેડલ સાયકલ લઇને કાગળ વિણતા હતા દરમિયાન સાયકલની પાછળ બનાવેલા પારણામાંથી ગાયબ થયું હતું. અઢી મહિનામાં ફરી બાળક ગુમ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે જુના અપહરણકરતા પ્રેમી પંખીડાની પુછપરછ કરી પણ કાંઇ સામે આવ્યું નહોતું. 


જેથી પોલીસે ગુનાની ગંભીરતા જોઇને 500થી વધારે સીસીટીવી ફૂજેટ તપાસી અજાણ્યા બાઇક ચાલકની ઓળખ કરી હતી. પોલીસને સેક્ટર 21 માં આ બાઇક ચાલક દેખાયો હતો. પાછળ એક મહિલા બેઠી હતી અને આ બાઇક ચિલોડા તરફ ગયું હતું. ચિલોડા દહેદામ, મોડાસા, મેઘરજ અને ગુજરાત બોર્ડર સુધીનાં સીસીટીવી તપાસતા આ બાઇક રાજસ્થાનના બાંસવાડા તરફ જતું દેખાયુ હતું. જેથી તપાસ કરતા આ બાઇક બાંસવાડાના દિનેશ નામના વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું. આખરે ક્રાઇમબ્રાંચે બાંસવાડામાં દરોડા પાડીને તોરણા ગામેથી આ બાળકને કબ્જે લીધું હતું. જો કે પોલીસ હવે સતર્ક બની હતી અને ફરી આવી ઘટના ન બને તે માટે પોલીસે આ બાળકની પહેરેદારી કરવાનું શરૂ કરી દીધું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube