અમદાવાદ : કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસ તપાસ જેમ જેમ આગળ વધતી જઇ રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. અમદાવાદ ખાતેથી મૌલવીની ધરપકડ કરવામાં આવી તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. જેમાં મૌલવીએ જણાવ્યું કે, માત્ર કિશન ભરવાડ નહી પરંતુ અનેક લોકો ટાર્ગેટ પર હતા. આ અંગે તેણે અનેક યુવાનોના બ્રેઇનવોશ પણ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ તો પોલીસ દ્વારા કોણ કોણ ટાર્ગેટ પર હતા અને કઇ રીતે સમગ્ર મોડસ ઓપરેન્ડી હતી તે જાણવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસ તપાસમાં તાર છેક પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠનો દ્વારા આ સમગ્ર પ્રવૃતિ માટે ફન્ડિંગ કરવામાં આવતું હોય તેવી આશંકા પણ પોલીસ સેવી રહી છે. 


હાલ તો ગુજરાતની તમામ ટોચની એજન્સી આ કેસ મામલે તપાસ કરી રહી છે. રાષ્ટ્રીય સ્તર પર પણ આ ઘટનાના પડઘા પડી રહ્યા છે. એટીએસ દ્વારા અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ અંગે કુલ 6 લોકોની ધરપકડ થઇ ચુકી છે. આ કેસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એજન્સીઓ દિવસ રાત મહેનત કરીને એક પછી એક ખુલાસાઓ કરી રહી છે. હાલ સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube