બનાસકાંઠા : ધાનેરામાં એક જ પરિવારનાં ત્રણ લોકોનું ફૂટ પોઇઝનિંગથી મોત થતા અરેરાટી મચી ગઇ છે. ધાનેરામાં કુંડી ગામે એક સાથે 7 લોકોને ફુડપોઇઝનની અસર થઇ હતી. જેમાં 03 લોકોનાં 10 દિવસની સારવાર બાદ મોત નિપજ્યાં છે. જ્યારે 04 દર્દીઓની હજી પણ સારવાર ચાલી રહી છે. જેમને વધારે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અંગે વિગતે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંડી ગામે એક સાથે એક જ પરિવારના 7 લોકોને ફૂડપોઇઝનિંગની અસર થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: ધેર્યરાજ જેવી જ ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે, દેશનાં નાગરિકોને કરી મદદની અપીલ


એક જ દિવસમાં પરિવારનાં 07 સભ્યોએ એક સાથે ફૂડપોઇઝનિંગની અસર થતા તમામને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. 10 દિવસથી તેમની હોસ્પિટલો ખાતે સધન સારવાર ચાલી રહી હતી. જો કે તે પૈકી 03 સભ્યોનાં સારવાર છતા પણ રિકવર નહી થતા તેમના મોત નિપજ્યાં હતા. જેમાં પરિવારનાં સૌથી વરિષ્ઠ સભ્ય છગનલાલ પુરોહિત, નવીનભાઇ પુરોહિત અને તેમની દીકરી દક્ષા પુરોહિતનાં મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જો કે હજી પણ પણ પરિવારનાં 04 લોકોની સારવાર ચાલી રહી છે. 


તમારૂ બાળક આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાઇ તો નથી ગયું ને? આયા રાખતા પહેલા રહેજો સાવધાન


આ તમામ સભ્યોને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. તેમની સ્થિતિ પણ હાલ નાજુક હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. એક જ પરિવાર 03 લોકોનાં મોતથી નાનકડા ગામમાં પણ અરેરાટી વ્યાપી ગઇ છે. હાલ તો સમગ્ર પરિવરા ખોરાકી જેરના કારણે વિખાઇ ગયો છે. તંત્રમાં પણ દોડધામ મચી છે. તેમને કયા ભોજનના કારણે ખોરાકી જેરની અસર થઇ છે તેની તપાસ ચલાવવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube