હરીન ચલીહા/દાહોદ: દેવગઢ બારિયામાં સાયબર ક્રાઇમના પ્રકરણમાં કોન્સ્ટબલે PSIની ઓળખ આપીને હરિયાણાના વકિલ અને પોલીસ દંપતિ પાસેથી ચાર લાખ રૂપિયાની ઠગાઇ કરી છે. હરિયાણાના વકિલની ફરિયાદના આધારે દેવગઢ બારિયા પોલીસે ઠગાઇ કરનારા કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ એકાઉન્ટ ફીજ કરાવ્યા
દેવગઢ બારિયા પોલીસ મથકની હદમાં એક વ્યક્તિએ સાઇબર ક્રાઇમનો ભોગ બની બે લાખ ગુમાવ્યા હતાં. જેની બારિયા પોલીસ મથકે અરજી કરી હતી. દાહોદમાં સાયબર સેલની કામગીરી ગોધરાના વતની અને કોન્સ્ટેબલ અનીલકુમાર સોલંકીને સોંપી હતી. જેથી અરજીના આધારે અનીલકુમારે ઠગાઇ કરનારે વ્યવહાર કર્યા હતા, તે તમામ એકાઉન્ટ ફીજ કરાવ્યા હતાં. 


 પોલીસ મથકે તપાસ કરી 
આ એકાઉન્ટમાં હરિયાણાના ફરીદાબાદમાં સેક્ટર 70માં આગમન સોસાયટીમાં ફ્લેટ નંબર 101માં રહેતાં વકિલ જશવીર અમરસીંઘ સીંઘ અને હરિયાણા પોલીસમાં કેન્સ્ટેબલ પત્ની કોમલના ફરીદાબાદની પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટ બારિયા પોલીસે ફ્રીજ કરાવ્યાની જાણ થતાં જશવીરસિંઘે બારિયા પોલીસ મથકે તપાસ કરી હતી. 


એકાઉન્ટ અનફ્રીજ કરવા માટે રૂપિયાની માગણી
જોકે, કોન્સ્ટેબલ અનીલકુમારે સંપર્ક કરીને પોતાનો ખાનગી નંબર આપીને પોતે દેવગઢ બારિયાનો પીએસઆઇ હોવાની ઓળખ આપી દંપતિને આ પ્રકરણમાં આરોપી બનાવવાની, મહિલાની પોલીસની નોકરી છોડાવી દેવાની ધમકીઓ આપી એકાઉન્ટ અનફ્રીજ કરવા માટે રૂપિયાની માગણી કરી હતી. 


દંપતિ પાસેથી ચાર લાખ સેરવી લીધા
જોકે, ઝંઝટમાંથી મુક્તિ મેળવવા તેમજ આ માટે ગુજરાત આવવાનું ટાળવા રૂપિયા આપવા રાજી થઇ જતાં કોન્સ્ટેબલ અનિલકુમારે 6 ફેબ્રુઆરી 2023થી 24 ફેબ્રુઆરી 2023 દરમિયાન દંપતિ પાસેથી ચાર લાખ સેરવી લીધા હતાં. વકિલ જશવીંરસીંઘે ઠગાઇ થઇ હોવાનું જાણતા 5 ફેબ્રુ.એ દેવગઢ બારિયા આવી ફરિયાદ કરતાં પોલીસે કોન્સ્ટેબલ અનિલકુમાર સામે ઇપીકો 409,420 અને 170 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતાં શુક્રવાર સુધીના રિમાન્ડ આપ્યા હતાં.


કોમલના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા
હરિયાણાના ફરીદાબાદમાં રહેતાં જશવીર અમરસીંઘ સીંઘ અને હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી તેમની પત્ની કોમલે તેમના જ સબંધી જરૂર પડતાં ઉધાર રૂપિયા આપ્યા હતાં. આ રૂપિયાની માગણી કરતાં સબંધી યુવકે રૂપિયા બેંક એકાઉન્ટમાં નાખવા માટે જણાવ્યુ હતું. સબંધી યુવક સાઇબર ઠગ હોવાની વાતથી અજાણ બંનેએ તેમના બેંક એકાઉન્ટ આપી દીધા હતાં. સબંધી યુવકે દેવગઢ બારિયામાં ઓન લાઇન ઠગાઇ કરીને મેળવેલા રૂપિયા માંથી ઉધારી પેટે ચૂકવવાના રૂપિયા પોતાના એકાઉન્ટમાંથી જશવીર અને કોમલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતાં. 


કયા કારણોસર ફ્રીજ થયા તેની બેંકમાં તપાસ
દે. બારિયા પોલીસ તપાસના ભાગ રૂપે ઠગ યુવક સાથે તેણે રૂપિયા ટ્રાન્સફર કર્યા હોઇ જશવીરસીંઘ અને કોમલબેનના બેંક એકાઉન્ટ પણ ફ્રીજ કરાવી દીધા હતાં. એકાઉન્ટ કયા કારણોસર ફ્રીજ થયા તેની બેંકમાં તપાસ કરતાં બારિયા પોલીસે કરાવ્યા હોવાનું જણાતાં જશવીરસીંઘે હકિકત જાણવા માટે બારિયા પોલીસનો સંપર્ક કર્યો હતો.


આખરે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો
ફોન પે એકાઉન્ટ અનફ્રીજ કરવાનું કહેતાં 1 લાખ માંગ્યા અનીલ સોલંકીએ વકિલ અને તેની પોલીસ સહિત તેમના પરિવારના તમામ એકાઉન્ટ ફ્રીજ કરાવી દીધા હતાં. પત્નીને ધમકી આપીને ચાર લાખ મેળવી લીધા બાદ તેણે તમામ એકાઉન્ટ અનફ્રીજ કરાવી દીધા હતાં. જોકે, વકિલ જશવીરસીંઘને ફોન પે એકાઉન્ટ ફ્રીજ હોવાથી તે પણ અનફ્રીજ કરવા કહેતાં તેની માટે વધારાના એક લાખ માગ્યા હતાં. આખરે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો હતો.