રાજ્યસભાની ચૂંટણી: કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો કાફલો બસમાં આબુ જવા રવાના
રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વોલ્વો બસમાં અંબાજી દર્શન કરશે અને હવે તમામને અંબાજીથી આબુ ખાતે એક દિવસ રોકાણ કરશે.. આ બસમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના તમામ નેતાઓ આ બસમાં સવાર થયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તે માટે તમામને અંબાજીથી આબુ ખાતે લઇ જવામાં આવી રહ્યા છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વોલ્વો બસમાં અંબાજી દર્શન કરશે અને હવે તમામને અંબાજીથી આબુ ખાતે એક દિવસ રોકાણ કરશે.. આ બસમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના તમામ નેતાઓ આ બસમાં સવાર થયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તે માટે તમામને અંબાજીથી આબુ ખાતે લઇ જવામાં આવી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આબુ લઇ જવામાં આવી રહ્યા છે. તમામ ધારાસભ્યો સાથે કોંગ્રેસના હોદ્દેદારોની મીટીંગ કરવામાં આવશે. અને તમામ ધારાસભ્યોને કઇ રીતે વોટિંગ કરવું તે અંગેની તમામ માહિતી આપવામાં આવશે. રાજ્યસભામાં ક્રોસ વોટિંગ ન થાય તે માટે બસમાં અમદાવાદની બહાર લઇ જવામાં આવી રહ્યા છે. તમામ ધારાસભ્યો વાયા હિંમતનગરથી પાલનપુર રોડ તરફ જશે. સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસારા કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને આબુ લઇ જવામાં આવશે અને ત્યાં એક દિવસીય રોકાણ કરીને તમામ ધારાસભ્યો સાથે મીટીંગ કરવામાં આવશે.
જુઓ LIVE TV
કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યો તૂટવાનો ડર હોવાને કારણે કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને લઇને આબુ લઇ જવામાં આવી રહ્યા છે. 4 જેટલી અન્ય ખાનગી ગાડીઓમાં બીજા ધારાસભ્યો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ચિત્ર પર નજર કરીએ, તો હાલ ભાજપ પાસે 100 ધારાસભ્યો છે. કોંગ્રસના ધારાસભ્યો 71 છે. બીટીપીના 2 ધારાસભ્યો, 1 એનસીપી ધારાસભ્ય, 1 અપક્ષ ધારાસભ્ય છે. 4 વિધાનસભા સીટ ખાલી પડી છે. તો 3 સીટ વિવાદીત છે.