ISKCON Bridge Accident: ઝી બ્યુરો/અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને મોટો ઝટકો લાગ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. જેથી હવે તથ્ય પટેલને જેલમાં જ રહેવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનંદો! ગુજરાતની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી પડી, આટલો મળશે પગાર


આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જામીન અરજી પર સુનાવણી દરમિયાન તથ્યના વકિલ નિસાર વૈદ્યે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ કેસની તપાસ એક વીડિયોના આધારે કરી રહી છે. આ વીડિયોનો ચાર્જશીટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 141.27ની સ્પીડ માટે કોઇ ટેક્નિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી. પોલીસે જે વીડિયોના આધાર પર તપાસ કરી એનું FSL સર્ટિફિકેટ નથી. પ્લેનનો અકસ્માત થાય તો બ્લેક બોક્સથી વિગતો મળે છે. 


રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જાહેર, અલ્લૂ અર્જુન બેસ્ટ એક્ટર, આલિયા બેસ્ટ અભિનેત્રી


ગાડીમાં એવી કોઈ ટેક્નોલોજી નથી કે સ્પીડ કેટલી હતી તે જાણી શકાય. તા તો સામે સ્પેશ્યલ સરકારી વકિલે જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યુ હતુ કે અકસ્માત સમયે 141.27ની સ્પીડે કાર હોવાનો પુરાવો છે, સાથે જ જેગુઆર એક્સપર્ટનો રિપોર્ટ છે કે તેણે બ્રેક મારવાનો કોઈ જ પ્રયાસ કર્યો નથી. તેથી આરોપીને જામીન આપવા જોઇએ નહીં. 


આ આગાહી વાંચી મોતિયા મરી જશે! ગુજરાતમાં એકાએક વરસાદ કેમ સૂકાયો, જાણો ભયાનક આગાહી


આ મામલે બંને પક્ષે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો 24મી ઓગષ્ટ પર મુલત્વી રાખ્યો હતો અને આજે કોર્ટે જામીન અરજી ના મંજુર કરી હતી. 


રખડતા ઢોરનો આતંક ડામવા ગુજરાત સરકાર સખ્ત! મનપા, નપા માટે જાહેર કરી કડક ગાઈડલાઈન