રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ રોકેટ્રી બેસ્ટ ફિલ્મ, અલ્લૂ અર્જુન બેસ્ટ એક્ટર, આલિયા અને કૃતિ સેનને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ

મનોરંજનના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનારી હસ્તિઓને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આજે 69માં નેશનલ એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. તમે પણ જુઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોને એવોર્ડ મળ્યો છે. 

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ રોકેટ્રી બેસ્ટ ફિલ્મ, અલ્લૂ અર્જુન બેસ્ટ એક્ટર, આલિયા અને કૃતિ સેનને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ

નવી દિલ્હીઃ National Film Awards 2023 Winner List: 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતાઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. 24 ઓગસ્ટે નેશનલ ફિલ્મ એવોર્ડના વિનર્સનું લિસ્ટ જાહેર કર્યું છે. આ એવોર્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખુબ ખાસ અને સન્માનજનક માનવામાં આવે છે. આ એવોર્ડ 2021માં રિલીઝ થયેલી ફિલ્મો માટે આપવામાં આવી રહ્યો છે. 

અહીં જુઓ વિનર્સનું લિસ્ટ

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - રોકેટ્રી - ધ નામ્બી ઈફેક્ટ્સ

શ્રેષ્ઠ અભિનેતા - અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝ)

શ્રેષ્ઠ દિગ્દર્શન - નિખિલ મહાજન (મરાઠી ફિલ્મ) ગોદાવરી

શ્રેષ્ઠ અભિનેત્રી - આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) કૃતિ સેનન (મિમી)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - પલ્લવી જોશી (કાશ્મીર ફાઇલ્સ)

શ્રેષ્ઠ સહાયક અભિનેતા - પંકજ ત્રિપાઠી (મિમી)

શ્રેષ્ઠ સંગીત નિર્દેશન - પુષ્પા અને આર.આર

શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર - સરદાર ઉધમ સિંહ

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - સરદાર ઉધમ સિંહ

શ્રેષ્ઠ સંપાદન - ગંગુબાઈ કાઠિયાવાડી

શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - આર.આર

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - સરદાર સિંહ

શ્રેષ્ઠ પુરૂષ ગાયક - કાલ ભૈરવ (RRR)

છેલ્લો શોને એવોર્ડ
પાન નલીનની ગુજરાતી ફિલ્મ છેલ્લો શોને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. 

સરદાર ઉધમ સિંહ બની બેસ્ટ ફીચર હિન્દી ફિલ્મ
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023માં વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ સરદાર ઉધમ સિંહને મોટી સફળતા મળી છે. આ ફિલ્મને બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યા છે. તેના ડાયરેક્ટર સુજીત સરકાર હતા. 

બેસ્ટ નોન ફીચર ફિલ્મ
69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ડાયરેક્ટર શ્રૃષ્ટિ લખેરાની એક થા ગાંવ ફિલ્મને બેસ્ટ નોન ફીચર ફિલ્મ પસંદ કરવામાં આવી છે. 

બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શન
ફિલ્મમેકર નેમિલ શાહની ગુજરાતી ફિલ્મ દાળ ભાતને આ વર્ષની બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શનનો ખાસ એવોર્ડ મળ્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news