લિફ્ટનાં બહાને વૃદ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ કરનારને કોર્ટે એવી સજા ફટકારી કે...
: સેશન્સ કોર્ટે વૃદ્ધા સાથે બળાત્કારનો પ્રયાસ કરવો અને વૃદ્ધાનું અપહરણ કરી તેને માર મારવાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. વાત છે વર્ષ 2018 ના ઓક્ટોબર મહિનામાં નડિયાદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ પર સમગ્ર ઘટના ઘટી હતી. જે બાબતે ચકલાસી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
યોગીન દરજી/નડિયાદ :: સેશન્સ કોર્ટે વૃદ્ધા સાથે બળાત્કારનો પ્રયાસ કરવો અને વૃદ્ધાનું અપહરણ કરી તેને માર મારવાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. વાત છે વર્ષ 2018 ના ઓક્ટોબર મહિનામાં નડિયાદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ પર સમગ્ર ઘટના ઘટી હતી. જે બાબતે ચકલાસી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
12 વર્ષનો માનવરાજસિંહ બન્યો ‘યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત’
નડિયાદ કોર્ટના આ આરોપીને સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે તેને આજીવન કેદ જેવી ગંભીર સજા પણ થઇ શકે છે. જી હા, વાત છે 25 ઓક્ટોબર 2018 ની નડિયાદ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૮ પર નરસંડા ચોકડી પાસે એક વૃદ્ધા વાહનની રાહ જોઇને ઊભા હતા. આ વૃદ્ધા વડતાલ મંદિરથી દર્શન કરી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. જે દરમિયાન આરોપીની નજર વૃદ્ધા પર પડી હતી. આરોપી કિરીટ ઉર્ફે ધૂમ હસમુખભાઈ બારોટ વૃદ્ધાને પોતાની કારમાં લિફ્ટ આપવાની લાલચ આપી અને તે પોતે ખેડા તરફ જઈ રહ્યો હોય તમને ત્યાં ઉતારી દઈશ તેમ કહીને વૃદ્ધાને ગાડીમાં બેસાડી દીધા હતા.
પોપટ ફતેપરાનો સણસણતો આરોપ, દર ચૂંટણીમાં ખોડલધામના નરેશ પટેલનું જ નામ કેમ સામે આવે છે?
જે બાદ સુમસામ જગ્યા પર કાર લઇ તેણે વૃદ્ધા સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે આરોપી વૃદ્ધા સાથે બળાત્કાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ તેણે પોતાની ગાડીમાં રાખેલ લોખંડની ટોમીથી ફરિયાદી વૃદ્ધાને હાથ તેમજ બરડાના ભાગે તથા ડાબા પગે ઢીંચણ પર તેમ જ પંજાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. તેણે ફરિયાદી મહિલાને ખેતરમાં લઈ જઇ તેના કપડા કાઢી નાખ્યા હતા. પોતાના કપડા કાઢી બળાત્કાર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યો હતો. આખરે આરોપીએ મહિલાની પાસે રહેલા મોબાઇલ તેમજ રોકડા 450 રૂપિયાની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટના અંગે નડિયાદના ચકલાસી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે ગાડીના નંબરના આધારે આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ સમગ્ર કેસ નડિયાદ સેશન્સ કોર્ટ ડી.આર.ભટ્ટ ની કોર્ટમાં ચાલી જતા આજરોજ કિરીટભાઈ ઉર્ફે ધૂમ હસમુખભાઈ બારોટ ને આજીવન કેદની સજા અને રૂપિયા એક લાખ પીડિતાને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત જુદી-જુદી કલમોના આધારે જુદી જુદી પ્રકારની સજાઓ તેમજ દંડ ફટકારવામાં આવ્યા છે. જે તમામ સજા આજીવન કેદની સજાની સાથે આરોપીએ ભોગવવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube