પોપટ ફતેપરાનો સણસણતો આરોપ, દર ચૂંટણીમાં ખોડલધામના નરેશ પટેલનું જ નામ કેમ સામે આવે છે?

Updated By: Feb 2, 2021, 04:41 PM IST
પોપટ ફતેપરાનો સણસણતો આરોપ, દર ચૂંટણીમાં ખોડલધામના નરેશ પટેલનું જ નામ કેમ સામે આવે છે?
  • નરેશ પટેલે પોતાના રાજકીય રોટલા શેકવા કડવા પાટીદારોનો ઉપયોગ કર્યો છે અને હવે રાજકારણમાં સફળ થવાના અભરખાં જાગ્યા છે
  • પોપટ ફતેપરાએ નરેશ પટેલ પર આરોપ લગાવતા કહ્યું કે, ખોડલધામમાં અન્ય દેવી દેવતાને સ્થાન આપી ઉમિયા માતાજીને બાકી રાખી દીધા

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી હોય, પટેલો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટીદાર રાજકારણ (patidar politics) ફરીથી ગરમાયું છે. બે દિવસ પહેલા ગુજરાતમાં કડવા અને લેઉઆ પટેલોના એક થવાના સમાચાર આવ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે (naresh patel) ઊંઝામાં ઉમિયાધામમાં જઈને માથુ ટેકવ્યું હતું. તો સાથે જ કડવા અને લેઉઆ પાટીદારો (patidar) ના અગ્રણીઓએ બંનેના એક થવાની જાહેરાત કરી હતી. ત્યારે આ વચ્ચે વીંછિયાના કડવા પાટીદાર અગ્રણી પોપટ ફતેપરા (popat fatehpara) એ નરેશ પટેલ સામે આકરા પ્રહારો કર્યાં છે. 

પોપટ ફતેપરાએ નરેશ પટેલ અને તેમના રાજકારણ વિશે સીધો પ્રશ્ન પૂછ્યો કે, દર વખતે ચૂંટણી (local body polls) આવે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું જ નામ કેમ સામે આવે છે. નરેશ પટેલે પોતાના રાજકીય રોટલા શેકવા કડવા પાટીદારોનો ઉપયોગ કર્યો છે અને હવે રાજકારણમાં સફળ થવાના અભરખાં જાગ્યા છે માટે આવી વાતો કરી રહ્યા છે. 

આ પણ વાંચો : કોના છે આ હાથી? બનાસકાંઠામાં અચાનક આવી ચઢેલા 4 હાથીઓએ કુતૂહલ સર્જ્યું

થોડા સમય પહેલા ભાજપના ધારાસભ્યની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યારબાદ આજે પોપટ ફતેપરાના નિવેદનનો વીડિયો વાયરલ થતાં નરેશ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે. પોપટ ફતેપરાએ નરેશ પટેલ પર આરોપ લગાવતા કહ્યું કે, ખોડલધામ (khodaldham trust) માં અત્યાર સુધી કોઇ કડવા પાટીદાર (patidar) ને મહેમાન નથી બનાવાયા. અન્ય દેવી દેવતાને સ્થાન આપી ઉમિયા માતાજીને બાકી રાખી દીધા છે અને ખોડલધામ મંદિરમાં પણ ભેદભાવ કર્યો. 

પોપટ ફતેપરાએ નરેશ પટેલ કટ્ટરવાદી હોવાનો આરોપ લગાવ્યો છે. પોપટ ફતેપરાએ માત્ર બનાવટ હોવાનું કહી નરેશ પટેલે કડવા પાટીદારો (kadva patidar) નો ઉપયોગ પોતાના રાજકીય રોટલા શેકવા માટે રાજ્યસભા અથવા 2022માં ચૂંટણી માટે લાભ લેવા બણગા ફૂંક્યાનો આક્ષેપ કર્યો છે. 

આ પણ વાંચો : ચૂંટણી પહેલા અમિત શાહનું મોટું નિવેદન, મારા પુત્રનો વાંક એ છે કે એ મારો દીકરો છે...

અરવિંદ રૈયાણીની કથિત ઓડિયો ક્લિપમાં નરેશ પટેલનો ઉલ્લેખ
બે દિવસ પહેલા ભાજપના રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તેઓ બોલ્યા હાત કે, નરેશ પટેલ મૂળ કોંગ્રેસી છે. ગોવિંદ પટેલ નરેશ પટેલના સંબંધી છે. ધનસુખ ભંડેરીથી નરેશ પટેલને પહેલેથી જ નારાજગી છે તેવા ઉલ્લેખ કરવામાં આવ્યા છે. ઓડિયોમાં અરવિંદ રૈયાણી બોલી રહ્યાં છે કે, નરેશભાઈને ભંડેરીનો ફુલ વિરોધ. એ ભલે સંસ્થાનો મોટો થઈ ગયો, પણ એના કલ્ચરમાં તો કોંગ્રેસ જ છે. એને ગોવિંદભાઈમાં વધારે રસ છે. ગોવિંદભાઈ તેમના સગા થાય.

આ પણ વાંચો : પ્રેમીપંખીડાએ વીડિયો બનાવીને કહ્યું, ‘અમારા પરિવારવાળા હેરાન કરશે તો આત્મહત્યા કરીશું...’