ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી અંગે 29 સપ્ટેમ્બરની બેઠકમાં થશે નિર્ણય
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો અત્યારે જાહેર કરવામાં આવશે નહી. આ અંગે આગામી 29 સપ્ટેમ્બરે બેઠક યોજાશે. જેમાં 8 બેઠકની પેટાચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા એવું મનાઇ રહ્યું હતું કે, આજે બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે કેન્દ્રીય ચૂંટણીપંચે જે પત્રકાર પરિષદ યોજી રહી છે તેમાં ગુજરાતની પેટા ચૂંટણી અંગે જાહેરાત થઇ શકે છે.
અમદાવાદ : કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણીની તારીખો અત્યારે જાહેર કરવામાં આવશે નહી. આ અંગે આગામી 29 સપ્ટેમ્બરે બેઠક યોજાશે. જેમાં 8 બેઠકની પેટાચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા એવું મનાઇ રહ્યું હતું કે, આજે બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે કેન્દ્રીય ચૂંટણીપંચે જે પત્રકાર પરિષદ યોજી રહી છે તેમાં ગુજરાતની પેટા ચૂંટણી અંગે જાહેરાત થઇ શકે છે.
કપરાડાના રાજકારણમાં નવો વળાંક, પ્રકાશ પટેલે પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારીની કરી જાહેરાત
કોંગ્રેસમાં મોટા પાયે તોડફોડ થતા માર્ચ મહિનામાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા ધરી દેતા આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામા આપ્યા હતા. જેના પગલે પેટાચૂંટણીની તારીખો ટુંકમાં જ જાહેર થવાની જરૂર છે.
લોહીના સંબંધ વગર આ બંને વૃદ્ધ મહિલાઓ વચ્ચે બંધાયો છે એવો નાતો કે ભગવાન પણ છૂટા ન પાડી શકે
અત્રે ઉલ્લેખનીય છે કે, કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ અને અબડાસા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. જો કે કોરોના મહામારીને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી સાથે પેટા ચૂંટણીનું આયોજન થાય તેવી શક્યતા હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube