આશ્કા જાની, અમદાવાદ: કોરોનાની મહામારીમાં  લોકડાઉનને લઇ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા લેવાતા નિર્ણયના મામલે મોટા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરના આદેશોને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના માટે ખાનગી હોસ્પિટલો કેમ? 500 બેડવાળી વીએસ હોસ્પિટલનો સારવાર માટે ઉપયોગ કેમ નહીં?


લોકડાઉનની સ્થિતિમાં પ્રતિબંધક જાહેરનામાઓથી નાગરિકોને હાલાકી પડી રહી હોવાનું અરજદારે જણાવ્યું છે. અરજદારે ઉલ્લેખ કર્યો છે કે અચાનક બહાર પાડવામાં આવેલા જાહેરનામાથી અફરાતફરી મચી છે. અધિકારીઓની અણઆવડત તેમજ બેદરકારીના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધવાનો ભય છે. કોરોનાનું સંક્રમણ જો વધ્યું તો અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી ગણવાની પણ અરજદારે માંગણી કરી છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube