સાંબરકાંઠા: 57 દેશોનું પ્રતિનિધિમંડળ આજે ગુજરાતની મુલાકાતે છે. આજે આ પ્રતિનિધિમંડળ સાબરકાંઠાનાં પુંસરી ગામની ખાસ મુલાકાતે પહોંચ્યુ હતુ. પુંસરી ગામમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરી અન્વયે ખુલ્લામાં શૌચમુક્ત હોવાની ખુબ ઝડપી થયેલી કામગીરી, પુંસરી નિર્મળ ગ્રામ, વ્યાક્તિગત શૌચાલય, કોમ્યુનિટી શૌચાલય, ડ્રેનેજની સુવિધા, ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવાની કામગીરીની સુવિધા તથા પીવાના પાણીની સુવિધા ઉપરાંત પ્રાથમિક શાળા, મીડડે મીલ સેન્ટર, આંગણવાડી, આવાસ યોજના, આર.ઓ પ્લાન્ટ તથા એક મોડેલ વિલેજ તરીકે જેટલી સુવિધા ઉપલબ્ધ છે. તે તમામ બાબતોનુ નિર્દેશનની કામગીરીને સમજવામાં આવશે. 


મહત્વપૂર્ણ છે કે, રાજ્યના પ્રથમ સોલર ટેકનોલોજીથી યુક્ત પુંસરી ગામની વિશિષ્ટતાનું પ્રતિનિધિમંડળે મુલાકાતને લઇને નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રતિનિધિમંડળનાં કાર્યક્રમને લઇને ખાસ રોડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ દેશોના અનેક મહાનુભાવોનું ગુજરાતી વીધી પ્રમાણે તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતું. અને અહિં સાંસકૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.