અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યમાં વધેલા ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યની શાળામાં વેકેશન એક સપ્તાહ લંબાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. વેકેશન 10 જૂનના બદલે 17 જૂન સુધી વેકેશન લંબાવવા માટે ત્રણ અલગ અલગ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં વધેલા ગરમી પ્રકોપ, ગ્રામ્ય વિસ્તારમાં પાણીની અછતનું કારણ રજૂ કરાયું હતું. આ ઉપરાંત સુરતની આગની ઘટના બાદ ઘણી શાળાઓના રૂમો તોડી પડાયા છે જેથી અપૂરતા ક્લાસનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.


વડોદરાની માયુષી ભગત છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્કમાં મિસિંગ, કોઈ અત્તોપત્તો નથી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેકેશન બાદ રાજ્યભરની શાળાઓ 10 જૂનના રોજ શરૂ થવાની છે. પરંતુ 10 જૂનને બદલે 17 જૂનના રોજ શાળા શરૂ કરવાની માંગ ઉઠી છે. રાજ્યની શાળાઓમાં વેકેશન એક સપ્તાહ લંબાવવા દરખાસ્ત કરવામાં આવી છે. જેના માટે ગરમી અને સુરત આગકાંડ બાદ કરાયેલા ડિમોલિશનનું કારણ ધરવામાં આવ્યું છે. આ માટેની દરખાસ્ત રાજ્યના શિક્ષણ મંત્રીને મોકલી દેવામાં આવી છે. 


Video : સાત સમુંદર પાર પહોંચ્યો ડાયરાનો ક્રેઝ, લંડનમાં કીર્તિદાનના ડાયરામાં પાઉન્ડનો વરસાદ


હાલમાં જ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની કારોબારીની બેઠક મળી હતી. જેમાં શાળાના લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ વેકેશન લંબાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 17 જૂનથી સ્કૂલ શરૂ કરવાની સર્વાનુમતે ચર્ચા કરવામાં આવી હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :