ચેતન પટેલ, સુરત: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે વેપાર ધંધાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જેની અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર પણ જોવા મળી છે. જો કે સુરતના આ હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર આવ્યા છે. એન્ટવર્પમાં હીરા ઉદ્યોગ ખુલવાનો છે. 600 કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. જેથી કરીને હીરાની ડિમાન્ડ હવે વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ 


અત્રે જણાવવાનું દેશભરમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ સુરતમાં કોરોનાનો પ્રકોપ છે. જેના કારણે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. 


બેલ્જિયમના એન્ટવર્પમાં હવે હીરા ઉદ્યોગ શરૂ થતા આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. 16 માર્ચથી ડાયમંડ ટ્રેડિંગ બંધ થઈ ગયું હતું. ભારતમાં તેના કરતાં એક અઠવાડિયું મોડું લોકડાઉન અમલી બનાવાયું હતું. એ બાદ સુરતમાં પણ હીરા ઉદ્યોગ ઠપ્પ પડ્યો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube