શૈલેષ ચૌહાણ/ સાબરકાંઠા : ખેડબ્રહ્મા શહેરમાં જનતા નાગરિક બેંક નજીક આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટ આચરી ફાયરિંગ કરી કર્મચારીની હત્યા કરવાના ગુનામાં LCB ઘટનાના નવ માસ બાદ મુખ્યસુત્રધાર સહીત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તો અત્યાર સુધીમાં આ ગુનામાં પાંચ આરોપીઓ પોલીસના હાથે પકડાયા છે. પોલીસ પકડથી દુર બે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરા: માત્ર એક દિવાલ નહી બને તો આખુ ગામ ડુબમાં જાય તેવી શક્યતા, તંત્ર ઘોર નિંદ્રામાં


સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં નવ માસ અગાઉ બપોરના સમયે મુખ્ય બજારમાં આંગડિયા પેઢીના કર્મચારીની પાસેથી રોકડની લૂંટ કરી ફાયરિંગ કરી હત્યા કરી હતી. ખેડબ્રહ્મા શહેરમાં આવેલ એમ માધવ નામની પેઢીના કર્મચારી બેન્કમાંથી રોકડ રકમ ઉપાડી જઈ રહ્યો હતો. ત્યારે આંગડિયા પેઢીના કર્મચારી પાસેના થેલાની લૂંટ કરી હતી અને ત્યાર બાદ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ચાકુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર સાત આરોપીઓ પૈકીના ચાર આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા છે. તો બે આરોપી હજુ પોલીસ પકડથી દુર છે. જ્યારે એક આરોપી અગાઉ પોલીસે ધરપકડ કરેલી છે.


રાજકોટમાં દર કલાકે સરેરાશ 4 કોરોના કેસ સામે આવે છે, કલેક્ટર રેમ્યા મોહન પણ સંક્રમિત


એમ.માધવ નામની આંગડિયા પેઢીનો કર્મચારી બેન્કમાંથી રોકડ રકમ લઈને જઈ રહ્યો હતો. દરમિયાન કર્મચારી પાસેથી 1 લાખ 84 હજાર 670 રૂપિયાની લૂંટ કરી બે રાઉન્ડ ફાયરિંગ કરી કર્મચારી પ્રકાશ નાયકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જેનો મુખ્ય આરોપી ઘટના બાદ નવ મહિના સુધી ફરાર હતો, ત્યારે બરોડા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. બરોડા પોલીસ પાસેથી સાબરકાંઠા જિલ્લા પોલીસે આરોપી લાવવામાં આવ્યા હતા. ઘટના બાદ થોડા દિવસમાં એક આરોપીની ધરપકડ કરાઈ હતી. ચાર આરોપીઓ પકડાયા છે, ત્યારે હજુ બે આરોપીઓ પોલીસ પકડ થી દુર છે.


ગુજરાત વિધાનસભામાં પહેલીવાર કોઈ મંત્રીના મુલાકાતીને પ્રવેશ નહિ, તમામના ટેસ્ટ બાદ શરૂ થશે ચોમાસું સત્ર
આ આરોપીઓએ રાજ્યના અલગ અલગ જિલ્લામાં છ જેટલા લૂંટના ગુના કરેલ છે. સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ ચલાવનારા મુખ્ય આરોપી સહિત ચાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે અન્ય બે આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી ચાલી રહી છે. ખેડબ્રહ્મા લુંટમાં ઝડપાયેલ મુખ્ય આરોપી મહિપતસિંહ જેને ત્રણ જીલ્લામાં છ લુંટ કર્યાનું કબુલ્યું હતું. આ તમામ લુંટમાં પણ તે મુખ્ય સુત્રધાર હતો. તો લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખેડબ્રહ્મા આગડીયા પેઢીના કમર્ચારીની હત્યા અને લુંટ પ્રકરણમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.


* મહિપતસિંહ ઉર્ફે રામવાળો ઉર્ફે સીતારામ ચંપુભા ઝાલા.(મુખ્ય આરોપી).બરોડા ગ્રામ્ય એસઓજી એ ધરપકડ કરી હતી ત્યાંથી સાબરકાંઠા પોલીસે તપાસ અર્થે લાવવામાં આવ્યો હતો અને કબૂલાત કરેલ.
* હિતેશભાઈ હરગોવિંદભાઈ દેસાઈ,રહે: આદિવાડા તા:બહેચરાજી,જી:મહેસાણા.
* સુખાજી ઝાલુભા ઝાલા,રહે:ફેંચડી,તા:બહેચરાજી,જી:મહેસાણા.
* મહાવીરસિંહ રણવીરસિંહ લાલસિંહ જોદ્ધા, રહે:મેઢાસણ, તા:મોડાસા,જી:અરવલ્લી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube