કૌશલ જોશી/ ગીરસોમનાથ : ઊના તાલુકાના કાજરડી ગામે વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન નાંખતી વખતે સરપંચના દિયર સાથે ૩ વ્યક્તિએ બોલાચાલી કરી હતી. આથી બાદમાં સરપંચના દિયરે ત્રણેય સામે મારામારીની ફરીયાદ નોંધાવવા માટે એક ડોક્ટરને 25 હજાર રૂપિયા આપી પોતાના જ શરીર 52 કાપા પડાવી ટાંકા લેવડાવી તેના સર્ટીફિકેટના આધારે ફરીયાદ કરી હોવાનો ગુનો પોલીસમાં નોંધાયો છે. તમને નવાઈ લાગે પણ આ ઘટના ઘટી છે. તમને એક ઈન્જેક્શન લેવાનું હોય તો પણ ડર લાગે પણ એક વ્યક્તિએ શરીર પર 52 કાપા પડાવીને ટાંકા લેવડાવ્યા છે અને ડોક્ટરે માનવતા ભૂલી આ કાંડ કર્યો છે. હવે પોલીસ તપાસમાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની હચમચાવી નાંખે તેવી આગાહી! અહીં તૂટી પડશે વરસાદ અને સર્જાશે પુરની સ્થિતિ


ઊનાના કાજરડી ગામે સરપંચના દિયર નાનુભાઇ પાંચાભાઇ ચારણીયાએ રામભાઇ મશીભાઇ બાંભણીયા, ભાવેશભાઇ મશીભાઈ બાંભણીયા અને બબીબેન મશરીભાઇ બાંભણીયા સામે પોતાને માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી. હકીકતમાં આ ફરીયાદમાં સામાપક્ષનાં રામભાઇએ નાનુભાઇ પાંચાભાઇ ચારણીયા, વશરામભાઇ દુદાભાઇ ચારણીયા, રામશીભાઇ સામતભાઇ ચારણીયા, ભાવેશભાઇ વીરાભાઇ ચુડાસમા, કૉમ્પાઉન્ડર અશોક ગીરી અને માનવદીપ સર્જીકલ હોસ્પિટલના ડો. વઘાસીયા સામે સામી ફરીયાદ નોંધાવી છે. 


કોરોનાની જેમ આખું ગુજરાત ભરડામાં આવશે! રોજ આવી રહ્યાં છે 30 હજાર કેસ, જાણો શું કહે..


જેમાં એવો આરોપ મૂક્યો છે કે, નાનુભાઇએ પોતાની સામે ખોટી ફરીયાદ નોંધાવવા માટે ભાવેશની મદદથી અશોક ગીરી અને ડો,વઘાસીયાનો સંપર્ક કર્યો હતો. અને રૂ. 25,000 માં ઇજાનું ખોટું સર્ટીફિકેટ મેળવવા માટે તેના શરીરને ખોટું કરવાનું ઇન્જેક્શન આપી, તેનાથી શરીર સર્જીકલ બ્લેડથી નાનુભાઇના જમણા ખભા અને પેટમાં ઇજા દેખાય એવા કાપા પડાવ્યા. અને તેના પર ડો.વઘાસીયાએ ચેક કરીને ટાંકા લીધા. અને ડો. વઘાસીયાએ એ રીતે પોલીસ મથકમાં ખોટા બનાવની નોંધ કરાવી. તેના આધારે નાનુભાઇએ રામભાઇ સહિતના સામે ખોટી ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો ગુનો નોંધાતાં ચકચાર ફેલાઇ જવા પામી છે. 


અમેરિકામાં ગુજરાતી યુવકનું કમકમાટી ભર્યું મોત: રોડ ક્રોસ કરતા 14 ગાડીઓ નીકળી ગઈ!