તેજસ મોદી/સુરત : બીઆરટીએસ બસોના ડ્રાઇવરો બેફામ રીતે બસ ચલાવી લોકોનો જીવ લેતા હોવાના સમાચારો હમેશાં ચર્ચામાં રહેતા હોય છે, સુરત પણ આવી ઘટનામાંથી બાકાત નથી. જોકે સુરતની બીઆરટીએસ બસના એક ડ્રોઇવરે એવું કામ કર્યું છે કે તેને સલામ કરવાનું મન થઇ શકે છે. જોકે દુઃખની વાત એ છે કે તેને જે કામ કર્યું હતું, ત્યાર બાદ તેને અંતિમશ્વાસ લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 2.68 લાખનો દારૂનો જથ્થો મળ્યો, PI-PSI સસ્પેન્ડ


મળતી માહિતી અનુસાર સુરતની બીઆરટીએસ સેવાની સોમેશ્વરથી અમેઝિયા રૂટની બીઆરટીએસ બસ અશોકભાઈ કરસનભાઈ માઘડ ડ્રાઈવર તરીકે ચલાવે છે. તેઓ બસ લઈ વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસેથી અલથાણ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક તેમને છાંતીમાં દુ:ખાવો થવા લાગ્યા હતો. પોતાની સાથે કઈ અજુકતું થઈ રહ્યું હોવાનો ખ્યાલ આવતા તેમને બસને સાઈડમાં ઉભી રાખી દીધી હતી. જેથી પોતે જે બસ ચલાવી રહ્યા છે તેના પેસેન્જર અને બસની આસપાસ રહેલા વાહનો સુરક્ષીત થઇ જાય.


હાથરસ ઘટનાના વિરોધમાં સફાઇ કર્મચારીઓની મંગળવારે એક દિવસીય હડતાળ


બીઆરટીએસના ડ્રાઇવરે ગાડી સાઇડમાં ઉભી રાખીને પોતાનાં સુપરવાઈઝરને જાણ કરી હતી. આ સાથે જ બસમાં બેઠેલા મુસાફરોને પોતાની તબિયત અંગેની જાણ કરી ઉતારી દીધા હતાં. પોતે બસમાં સુઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા સમજી સુપરવાઈઝરે પણ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે અશોકભાઈનું મોત નિપજ્યું હતું. ખટોદરા પોલીસે અશોકભાઈના મોતનુ સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube