surat civil hospital : સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક 4 વર્ષનો બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો હતો અને બાળકને અડફેટે લીધો હતો. ટેમ્પાનુ એક ટાયર બાળકના હાથ પર ફરી વળ્યુ હતું. આગળનું પૈડું બાળકના હાથ પર ચઢાવી દેતા બાળકનો એક હાથ શરીરથી છૂટ્ટો પડી ગયો હતો. ત્યારે અકસ્માતમાં કપાયેલા બાળકના હાથને સિવિલના 15 તબીબોએ 5 કલાકની સર્જરી બાદ ફરી જોડ્યો હતો. પરંતું બાળકનુ નસીબ તો જુઓ. તબીબોએ મહામહેનતે જોડેલો હાથ ફરીથી કાપવાનો વારો આવ્યો છે. જોડાયેલા હાથમાં ઈન્ફેક્શન થઈ જતાં કાપવો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બન્યું હતું 
સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક 6 વર્ષનો બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો હતો અને બાળકને અડફેટે લીધો હતો. ટેમ્પાનું એક ટાયર બાળકના હાથ પર ફરી વળ્યુ હતું. આગળનું પૈડું બાળકના હાથ પર ચઢાવી દેતા બાળકનો એક હાથ શરીરથી છૂટ્ટો પડી ગયો હતો.


કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થી ગાયબ, સુરતના પાટીદારનો 9 દિવસથી કોઈ અત્તોપત્તો


બાળક ઘર પાસે રમતો હતો અને ટેમ્પો તેના પર ફરી વળ્યો
મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક 4 વર્ષીય દીકરો ગૌરવ અને છ દીકરી છે. પ્રકાશ સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકનો એક દીકરો ગૌરવ રોજ નજીકમાં જ આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. ગત 3 જાન્યુઆરીના રોજ ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા મંદિરે દર્શને ગયો હતો. દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લીધો હતો. ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઇ ગયો હતો. જ્યારે શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.


આ તો છમકલુ છે, ખરી ઠંડી તો હવે પડશે, અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી


ડોક્ટરોએ સર્જરી કરી હાથ જોડ્યો હતો 
બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છુટ્ટો પડી ગયો હતો. ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તાત્કાલિક બાળકને ઓપરેશનમાં લઈને સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી પાંચ કલાક ચાલી હતી. બાળકના હાથને જોડી દીધા બાદ હવે લોહીનું ભ્રમણ રેગ્યુલર થતાં હાથ ફરી જોડવાની સર્જરી સફળ થઈ હતી. સિવિલના 15 તબીબોએ 5 કલાકની સર્જરી બાદ ફરી જોડ્યો હતો. પ્લાસ્ટિક સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક અને એનેસ્થેસિયા એમ 4 ડિપાર્ટમેન્ટના 15 ડોક્ટરોની ટીમ, રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે 5 કલાકની સર્જરી કરી હાથને જોડી પ્લેટ પણ મૂકી હતી અને કોણીના ભાગને વાયરથી જોડ્યો હતો.પરંતુ ડોક્ટરોની આ મહેનત વ્યર્થ ગઈ હતી. ઈન્ફેક્શન થવાને કારણે બાળકો હાથ ફરીથી છુટ્ટો કરવો પડ્યો છે. 


આ જ રીતે અન્ય બાળક પણ મોતને ભેટ્યો હતો
ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા સુરતના વેસુમાં લિફ્ટમાં હાથ કપાઈ ગયેલા બાળકનું મોત નિપજ્યું હતું. 1 વર્ષીય બાળક પ્રિન્સનો હાથ લિફ્ટના મોટરમાં આવી ગયો હતો. બાળકનો હાથ શરીરમાંથી અલગ થઈ જતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં હાથને જોડાયો હતો પણ લોહીનું પરિભ્રમણ ન થતાં ફરી છુટ્ટો કરી દેવાયો હતો. પરંતું બાળકની 12 દિવસની સારવાર બાદ બાળકનું મોત નિપજ્યુ હતું. 


એક-બે વાર હનુમાન ચાલીસા બોલવાથી કંઈ નહિ થાય, 7 વાર વાંચવાથી થશે તમારું આ કામ