રાકેશ રાજદેવ: ગુજરાત નહીં એશિયા ભરમાં ફેલાયું છે સામ્રાજ્ય, દેશના સટ્ટાનું કપાત કરે છે આ સટોડિયો
રાકેશ રાજદેવનું ક્રિકેટ આઈડીનું સામ્રાજ્ય ગુજરાત ભારતમાં નહીં પરંતુ સમગ્ર એશિયામાં ફેલાયેલું છે. રાકેશ રાજદેવે ક્રિકેટની જે ઓનલાઇન એપ્લિકેશન છે જેને આઈડી તરીકે ઓળખાય છે તેનું શરૂઆતમાં નામ ડાયમંડ રાખવામાં આવ્યું હતું.
ઝી ન્યૂઝ/રાજકોટ: રાકેશ રાજદેવ 1992 ની આસપાસ રાજકોટ શહેરના કરણપરા વિસ્તારમાં વરલી મટકાનો મોટાપાયે ધંધાની શરૂઆત કરી હતી. વર્ષ 2009ની આસપાસ તેણે ક્રિકેટના ધંધાને એપ્લિકેશન મારફત રમાડવાનું શરૂ કર્યું હતું અને આ એપ્લિકેશનને "આઈડી" તરીકે ઓળખાય છે. ક્રિકેટની ઓનલાઈન એપલીકેશન આઈડી શરૂઆતમાં તેણે ડાયમંડના નામથી શરૂ કરી હતી. બાદમાં ડાયમંડ-9, ડાયમંડ -99 ડાયમંડ-999 સહિતના નામથી આઈડી આપવામાં આવતી હતી. આ ઓનલાઈન આઈડી એપ્લિકેશનમાં લાઇવ ક્રિકેટ, લાઇવ ફૂટબોલ, લાઈવ ટેનિસ, લાઈવ પુકર, લાઈવ તીન પતી, લાઈવ કસીનો સહિત અલગ અલગ 25 થી વધુ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રાકેશ રાજદેવ 2009માં જ્યારે ઓનલાઇન સટ્ટા માટેની આઈડી બહાર પાડી ત્યારે તે એક બાદ એક રમત તેમાં ઉમેરતો ગયો હતો. પરંતુ તે જે ધંધા થકી બજારમાં આવ્યો હતો તે વરલી મટકાનો ધંધો તેને ઓનલાઈન એપ્લિકેશનમાં સમાવેશ કરવો હતો તે બાબતે તેને ચારથી પાંચ વર્ષ સુધી મહેનત કરી અને બાદમાં લાઈવ વરલી મટકાનો આ એપ્લિકેશનમાં સમાવેશ કરાયો હતો. ઓનલાઇન આઇડીમાં જે લાઈવ કસીનો રમાડવામાં આવે છે તેને નેપાલથી ઓપરેટ કરવામાં આવે છે પરંતુ આ લાઈવ કસીનોમાં લાઈવ જેવું કશું હોતું જ નથી, માત્ર ડિસ્પ્લે સેટ કરી પંટરોને બેવકૂક બનાવી તેના લાખો રૂપિયા પડવી લેવામાં આવે છે.
રાજકોટના સટ્ટાકિંગ રાકેશ રાજદેવ ઉર્ફે RRની આ છે કરમકુંડળી: નેતાઓ સુધી રેલો પહોંચશે
રાકેશ રાજદેવનું ક્રિકેટ આઈડીનું સામ્રાજ્ય ગુજરાત ભારતમાં નહીં પરંતુ સમગ્ર એશિયામાં ફેલાયેલું છે. રાકેશ રાજદેવે ક્રિકેટની જે ઓનલાઇન એપ્લિકેશન છે જેને આઈડી તરીકે ઓળખાય છે તેનું શરૂઆતમાં નામ ડાયમંડ રાખવામાં આવ્યું હતું. પરંતુ તેના પેટા બુકીમાં કોઈ ઈચ્છે તો તેને તે નામથી આખી એપ્લિકેશન બનાવી આપવામાં આવતી હતી.
થોડા સમય પહેલા જ્યારે રાકેશ રાજદેવની રાજસ્થાનમાં આવેલ આરસી આંગડિયા પેઢીમાંથી ક્રિકેટ આઈડીનું કનેક્શન ઝડપાયું હતું અને તેમાં ચાર કરોડ રૂપિયા રોકડ કબજે કરવામાં આવતા તાત્કાલિક ધોરણે રાકેશ રાજદેવે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં આવેલી 400 થી વધુ આરસી આંગડિયા પેઢી બંધ કરી નાખી હતી અને જે ડાયમંડથી ચાલતી ક્રિકેટની ઓનલાઈન આઈડી છે. તેનું પણ નામ પરિવર્તન કરી બેટ એક્સચેન્જ, બેટફેર સહિતના નામ કરી નાખવામાં આવ્યા હતા. રાકેશ રાજદેવની આરસી નામની જેટલી આંગડિયા પેઢી ગુજરાત ભરમાં ચાલતી હતી તે તમામ બ્રાન્ચમાં રૂપિયાની લેવડ દેવડ સાથે ગ્રાહકોને આઈડીની સુવિધા પણ આપવામાં આવતી હતી.
અબજોની હેરાફેરીના આંકડાઓ અને સટ્ટાની માસ્ટરી જોઈ પોલીસ ચોંકી, આ રીતે રમાતો સટ્ટો
રાકેશ રાજદેવ પાસે પેટામાં મોટા ગજાના એટલા બુકી છે કે દેશભરનું ક્રિકેટના સટ્ટાનું મોટાભાગનું કપાત રાકેશ રાજદેવ પાસે થાય છે. રાકેશ રાજદેવના પરિવારમાં કુલ ચાર લોકો છે તેની પત્ની પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. રાકેશ રાજદેવ ક્રિકેટનો ધંધો વ્યવસ્થિત રીતે ચાલે અને તેમાં એક પણ પ્રકારની રૂકાવટ ન આવે અને પોતાનું નામ પણ ન ખુલે તે માટે તે ક્યારેક દુબઈ, લંડન, આફ્રિકા સહિતના દેશોમાં ફરતો હોય છે.
ગુજરાતમાં 1400 કરોડનું ક્રિકેટ સટ્ટાકાંડ: રાકેશ રાજદેવ-ઊંઝાના ટોમી પટેલના નામ ખૂલ્યા
રાકેશ રાજદેવની જે ઓનલાઇન આઇડી છે, તેમાં તમામ પ્રકારની લાઇવ રમતોનો સમાવેશ કરી દીધો હોવાથી એક અંદાજ મુજબ પ્રતિ મિનિટની આવક લાખો રૂપિયાની છે.