રોકાણકારોને ઉચું વળતર આપવાની લાલચ આપી મોડાસામાં કરોડોની ઉઠાંતરી
HVN રિયાલિટી એન્ડ એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ લોકોને રોકાણ કરાવીને ઉંચા વળતરની લાલચ આપી હતી.
સમીર બલોચ/મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોટાપાયે કરોડો રૂપિયાનું કૌભાંડ થયાની ઘટના સામે આવી છે. HVN રિયાલિટી એન્ડ એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ લોકોને રોકાણ કરાવીને ઉંચા વળતરની લાલચ આપી હતી. રાજ્યના વડોદરા, દાહોદ,મોડાસા,ગોધરા,અને જસદણ સહિત રાજ્યોમાં જુદી જુદી જગ્યાએ ઓફિસો ખોલવામાં આવી હતી.
વધુ વાંચો...કેન્દ્રિય કૃષિમંત્રી રૂપાલાને મગફળીના ઉત્પાદનની ખબર જ નથી, મીડિયાને કહ્ય તમારે મને કહેવું જોઇએ
કંપનીના માલિકો રૂપિયા લઇ થયા ગાયબ
ગુજરાત રાજ્યના હજારો લાખો લોકોએ ઉંચા વળતરની લાલચે આ કંપનીમાં રોકાણ કર્યું હતું. પરંતુ પાકતી મુદત પહેલા જ કંપનીના સંચાલક ઓફિસના શટર પાડી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સમગ્ર મામલે ફરિયાદ કરાયા બાદ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સર્ચ ઓપરેશન દરમિયાન મોડાસા ઓફિસમાંથી 2 CPU અને 28 ચોપડા જપ્ત કરવામાં આવ્યા છે. આ માલિકો ક્યાં ગયા તે અંગેની કોઇ પણ પ્રકારની માહિતી મળતી નથી.