રાજપીપળા : નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ કેવડિયા સહિતનાં 6 ગામની જમીન પર ફેન્સિંગનો વિવાદ વધુ  વકર્યો છે. આજે 6 ગામના આદિવાસીઓના સમર્થનમાં આજે કેવડિયા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે કેવડિયા આજે સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું છે. બીજી તરફ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ જાહેર કરેલી એક પ્રેસનોટમાં જણાવ્યું કે, કેવડિયાની આજુબાજુના ગામડામાં કોઇના ઘર નિગમ દ્વારા ખાલી કરાવવામાં આવ્યા નથી, માત્ર નિગમની માલિકીની ખુલ્લી જમીન પર ફેન્સિંગ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત: વાવાઝોડા સામે લડી લેવા માટે ગુજરાત તૈયાર, તંત્રની યુદ્ધના ધોરણે તૈયારી

રવિવારે આદિવાસીઓ દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમને સફળ ન થવા દેવાતા આદિવાસી લોકોમાં રોષ છે. આદિવાસીઓની જમીનોના પ્રશ્ન અંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને NCP નેતા શંકરસિંહ વાઘેલા પણ કેવડિયા પહોંચ્યા હતા. 6 ગામના આદિવાસીઓ સાથે મુલાકાત કરીને તેમના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો હતો. 


દારૂબંધી છે કે ? લોકડાઉન ખુલતાની સાથે જ અમદાવાદમાં લાંબી લાઇનો લાગી!

6 ગામોની જમીનો પર ફેન્સિંગ કરવાનાં વિરોધ માટે કોઇ વ્યક્તિ કે નેતાઓ કેવડિયામાં ન પ્રવેશે તે માટે નર્મદા જિલ્લાની બોર્ડર પર આજે સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાની પોઇચા ચેકપોસ્ટ, બુજેઠા અને ભાનદ્રા ચેક પોસ્ટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube