દારૂબંધી છે કે ? લોકડાઉન ખુલતાની સાથે જ અમદાવાદમાં લાંબી લાઇનો લાગી!

સરકાર દ્વારા જૂન મહિનામાં અનલોકડાઉન 1ની શરૂઆત કરવામાં આવી છે. જેના હેઠળ સમગ્ર ગુજરાતમાં ચોક્કસ નિયમો સાથે મોટા ભાગની છુટછાટ આપી દેવામાં આવી છે. જો કે લોકડાઉન ખુલતાની સાથે જ કેટલાક લોકો એવા પણ છે કે જે સૌથી પહેલા દારૂ લેવા માટે પહોંચી ચુક્યા છે. પરમિટેડ વાઇન શોપ ખાતે લિકર લેવા માટે વહેલી સવારથી જ ભીડ જોવા મળી હતી. 

Updated By: Jun 1, 2020, 06:02 PM IST
દારૂબંધી છે કે ? લોકડાઉન ખુલતાની સાથે જ અમદાવાદમાં લાંબી લાઇનો લાગી!

ઉદય રંજન/અમદાવાદ : સરકાર દ્વારા જૂન મહિનામાં અનલોકડાઉન 1ની શરૂઆત કરવામાં આવી છે. જેના હેઠળ સમગ્ર ગુજરાતમાં ચોક્કસ નિયમો સાથે મોટા ભાગની છુટછાટ આપી દેવામાં આવી છે. જો કે લોકડાઉન ખુલતાની સાથે જ કેટલાક લોકો એવા પણ છે કે જે સૌથી પહેલા દારૂ લેવા માટે પહોંચી ચુક્યા છે. પરમિટેડ વાઇન શોપ ખાતે લિકર લેવા માટે વહેલી સવારથી જ ભીડ જોવા મળી હતી. 

સચિવાલય કેમ્પસની તમામ કચેરીમાં આજથી રાબેતા મુજબ કામગીરી શરૂ

અમદાવાદમાં આવેલી પરમિટેડ વાઇન શોપ ખાતે સામાજીક અંતર જાળવીને લોકો વાઇન લેવા માટે લાઇનો લગાવી હતી. રાબેતા મુજબ જન જીવન અને ધંધા વ્યવસાય શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદમાં વાઈન શોપ પણ શરૂ કરવામા આવી છે. વાઈન શોપ શરૂ થતા પરમીટ ધારકો વાઈન શોપ પર પોહચ્યાં હતા. 

ટેકાના ભાવે ચણાની ખરીદીમાં અન્યાય થતાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ, ખેડૂતોની અટકાયત

પરમીટનું લિકર લેવા માટે પરમીટ ધારકોની લાંબી  લાઈન નો જોવા મળી હતી. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ ભંગ ન થાય એ માટે વાઈન શોપ માલિકો ગ્રહકો માટે અલગથી જ બેઠક વ્યવસ્થા કરવામા આવી સાથે જ જે પરમીટધારક આવે તો એને એક ટોકન આપવામા આવી રહ્યું છે. ગ્રાહકને પહેલા બોડી ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે ત્યારે બાદ હાથ સેનેટાઈઝ કરવામાં આવે છે ત્યારે બાદ જ વાઈન શોપમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube