પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં એક રત્નકલાકારે આપઘાત કર્યો હતો. પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ 41 વર્ષીય રત્નકલાકારે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયો હતો. પરિવારે આક્ષેપ કર્યા હતા કે મંદીના કારણે પગારમાં ઘટાડો થઈ જતા રત્નકલાકારે આ પગલું ભર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ગૌતમ અદાણીનો દુનિયામાં વાગશે ડંકો! ગુજરાતમા નાખશે વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ


હીરા નગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. વૈશ્વિક ચાલતી મંદીના કારણે અનેક રત્નકલાકારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિને લઈ રત્નકલાકારો ખૂબ જ આર્થિક સંકલામણનો ભોગ બન્યા છે. ત્યારે સુરતમાં એક રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક રત્નકલાકારે આપઘાત કર્યો હતો. 41 વર્ષીય મેહુલ ચૌહાણે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રત્નકલાકાર ના આપઘાત ના પગેલ પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયો હતો.


આ આગાહી પર નજર કરી લેજો! ગુજરાતમા હજું હવે ખરા અર્થમાં જામશે શિયાળો,જાણો ભયાનક આગાહી 


પરિવારે જણાવ્યું હતું કે મેહુલ ભાઈનો પગાર પહેલા 30 હજાર હતો. જે મંદીના કારણે 15 હજાર થઈ ગયો હતો. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું અને પોતે આર્થિક સંકલામણનો સામનો કરી કરી રહયા હતા. જેથી આપઘાત કરી લીધો હતો. હાલ પરિવારે સરકાર પાસે સહાયની માંગ કરી હતી. 


ATMમાં પૈસા ઉપાડવા જતા સાવધાન, તમારી આ એક નવી ભૂલ પડી શકે છે ભારે, જાણો કેવી રીતે