આ આગાહી પર નજર કરી લેજો! ગુજરાતમાં હજું હવે ખરા અર્થમાં જામશે શિયાળો, જાણો ભયાનક આગાહી
Gujarat Weather Forecast: અંબાલાલ પટેલે ગુજરાત, રાજસ્થાનમાં ફરી ઠંડી વધવાની આગાહીની સાથે વરસાદની પણ આગાહી કરી છે. આગામી 4 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી જેટલું વધશે અને આ બાદ તેમાં ફરી ઘટાડો જોવા મળશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે.
સાથે જ રાજસ્થાનના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. તો ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. જેના કારણે અમુક વિસ્તારોાં છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડી શકે છે. 7 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો 12 ડિગ્રીએ પહોંચશે. ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે. આ બાદ 19થી 22 ફેબ્રુઆરીએ મજબૂત સિસ્ટમ આવશે અને ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ શકે છે. ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં પલટો આવતો રહેશે, આ કારણે બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ શકે છે.
હાલ સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરે ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બેવડી ઋતુના કારણે રોગચાળાના કેસમાં વધારો થયો છે. ઘરે-ઘરે શરદી-ઉધરસ, વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે નવી આકાશી આફત આવવાની છે.
7 ફેબ્રુઆરીથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી ઠંડીનો દોર શરૂ થશે.
ફેબ્રુઆરીના આ દિવસોમાં વરસાદ આવશે
અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં કરા સાથે વરસાદ આવી શકે છે. ખાસ કરીને ગુજરાતના રાજસ્થાનથી જોડાયેલા સરહદી વિસ્તારોમાં છાંટા આવી શકે છે. આ દિવસોમાં ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, અને રાજ્યમાં ફરી બેવડી ઋતુ અનુભવાશે. તો સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળશે. જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, 10થી 15 ફેબ્રુઆરીમાં ફરી વાદળવાયું આવવાની શક્યતાઓ રહેલી છે. આ સાથે 7મી ફેબ્રુઆરીથી ઠંડીની શરુઆત થવાની આગાહી પણ તેઓ કરી રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચું જવાની શક્યતાઓ છે.
Trending Photos