અમદાવાદ : બોડકદેવમાં રહેતા 68 વર્ષીય શૈલેષભાઇ ધ્રૂવનું કોરોનાના સંક્રમણને કારણે શુક્રવારે બપોરે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રોટોકોલ અનુસાર તેમના મૃતદેહને તેમના ઘરે લઇ જવા દેવાયો નહોતો. સીધો જ વાસણા સ્મશાનગૃહ ખાતે લઇ જવાયો હતો. અહીં પણ અંતિમ સંસ્કારમાં કોઇને પણ હાજર રહેવા માટેની પરવાનગી નહોતી. તેમનાં પરિવારનાં માત્ર 3 જ લોકોને અંતિમ સંસ્કારમાં હાજર રહેવા દેવાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનનાં કિસ્સા વધી રહ્યા છે, લોકોએ વધારે સાવચેતીની જરૂર: જયંતિ રવિ

આ ઉપરાંત મૃતદેહ સીધો જ સ્મશાનનાં સીએનજી ભઠ્ઠાની ટ્રોલી પર જ મુકી દેવાયો હતો. પ્લાસ્ટીકની બેગમાં પેક કરાયેલા મૃતદેહને સેકન્ડો માટે પરિવારને મોઢુ જોવા દેવાયું હતું. કોઇ પ્રકારની સ્મશાન યાત્રા કે કાંધો આપવા દેવામાં આવ્યો નહોતો. આ ઉપરાંત તેમના મૃતદેહને જે શબવાહિનીમાં લઇ જવામાં આવ્યો ત્યાં ફ્યુમિગેશન પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત જરૂરિ હોય તેટલા જ લોકોને હાજર રખાયા હતા. અંતિમ સંસ્કાર બાદ પણ સમગ્ર સ્મશાન સેનિટાઇઝ કરાયું હતું.


CM રૂપાણીની મોટી જાહેરાત, માત્ર 10 દિવસમાં ગુજરાતની કંપનીએ બનાવ્યું વેન્ટિલેટર

1 એપ્રિલે શૈલેષ ધ્રૂવને તાવ અને શ્વાસની તકલીફ થવાને કારણે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે તેને ક્યાંથી ચેપ લાગ્યો તે અંગે કોઇ જ માહિતી તંત્રને હજી સુધી મળી નથી. આ ઉપરાંત છેલ્લા 10 દિવસી તેમને ખાંસી અને શરદીની તકલીફ હતી. પીપળઝમાં ફેક્ટરી ધરાવતા શૈલેષભાઇનો ચેપ તેમનાં કામદારોને પણ લાગ્યાની આશંકાએ તપાસ કરાતા તેમની ફેક્ટરીનાં સુપરવાઇઝરને ચેપ લાગ્યો હોવાનું સામે આવતા તેમને પણ દાખલ કરવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube