અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસુ વધુ એક ચિંતા ખેંચી લાવ્યું છે. ભર ચોમાસે જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. છેલ્લા 20 દિવસથી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પોતાના ખેતરમા ઉભેલા પાકને લઇ ચિંતાતુર બન્યા છે. જો થોડા દીવસ વરસાદ ખેંચાશે તો ખેડૂતોનો મહામુલો પાક નિષ્ફળ જશે. જેથી હવે ખેડૂતો ભગવાન પાસે વરસાદની માંગ કરતા જોવા મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષકો કે છૂટક મજૂરો!એક ક્લાસ દીઠ 50 રૂપિયા મળશે,આ રીતે થશે બાળકોની પ્રતિભાનો વિકાસ


બનાસકાંઠા જિલ્લોએ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે. આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી એક બાદ એક નુકસાનીનો ભોગ બનતા આવ્યા છે. થોડા દિવસો પહેલા બીપરજોય અને હવે તે બાદ ભર ચોમાસે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.


વરસાદની કાગડોળે રાહ જોતાં ખેડૂતો માટે મોટા સમાચાર, 7 દિવસ આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી


મહત્વની વાત છે કે ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વર્ષા હતા અને સારો એવો વરસાદ જોતા ખેડૂતોને ચોમાસુ સારું જશે તેવી આશા બંધાઈ અને ખેડૂતોએ હોશે હોશે પોતાના ખેતરોમાં કપાસ, મગફળી, બાજરી, મકાઈ, દિવેલા સહિતના અનેક પાકોનું વાવેતર કરી દીધું. જિલ્લામાં ચોમાસુ સીઝનનું 6,05,817 હેક્ટરમાં વાવેતર થયું છે. જોકે ભર ચોમાસું ચાલી રહ્યું હોવા છતાં પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે એક બાજુ જિલ્લામાં પાણીના તળ ઊંડા છે તો બીજી બાજુ વરસાદ ખેંચાયો છે જો હવે 10-15 દિવસ વરસાદ વધુ ખેંચાશે તો ખેડૂતોનો મહામુલો પાક નિષ્ફળ જશે તેવી ભીતિ તેમને સેવાઇ રહી છે. 


આણંદ કલેક્ટર ઓફિસમાં યુવતીને મોકલનાર 'મેડમ' હવે ફસાયા, સ્પાય કેમેરા ગોઠવી ઉતાર્યા...


મહત્વની વાત કે બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી પાણીની અછત ભોગવતો આવતો જિલ્લો છે આ જિલ્લામાં ભૂગર્ભજળ ઉંડા જતા ખેડૂતો ઉનાળુ અને શિયાળો ખેતીમાં તો મુશ્કેલી ભોગવી જ રહ્યા છે પરંતુ ચોમાસુ ખેતીમાં પણ વરસાદ ખેચાતા હવે જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો ખેડૂતોનો ખેતરોમાં ઉભેલો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે ત્યારે અત્યારે તો હવે જિલ્લા ના ખેડૂતો ભગવાન પાસે જિલ્લામાં વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે પરંતુ જો વરસાદ નહીં થાય તો ચોમાસુ પાક ની સાથે ખેડૂતો ઉનાળો સિઝન પણ નહીં લઈ શકે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.


હવે ચાંદથી 4 પગલાં દૂર ચંદ્રયાન-3, શુ તમને ખબર છે સુરતમાં બન્યો છે યાનનો મહત્વનો ભાગ


ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી પણ કબૂલી રહ્યા છે કે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં જિલ્લામાં સારા પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું જોકે 20 દિવસથી જિલ્લામાં ખુબજ ઓછા પ્રમાણમાં છૂટો છવાયો વરસાદ છે જો આગામી સમયમાં વરસાદ ખેંચાશે તો ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ જોવા મળી રહી છે.


અઢી મહિના પહેલા એમના સંસ્કારની દુનિયા દિવાની બની પણ રિવાબાનુ નવુ રૂપ જોઈ લોકો ચોંક્ય


જિલ્લામાં થયેલ વાવેતર


  • ઘાસચારો -1.79 લાખ હેકટર

  • મગફળી -1.73 લાખ હેકટર

  • બાજરા પાક -1.27 લાખ હેકટર

  • દિવેલા -79 હજાર હેકટર

  • મકાઈ -12 હજાર હેકટર