રાજકોટ : જીલ્લાના જામકંડોરણાના રાયડી ગામના ખેડૂત દ્વારા પાક વિમા મુદ્દે સરકારને જગાડવા માટે નવતર પ્રયોગનાં ભાગ રૂપે આજે ખેડૂતે કપાસનાં પાકને ઉખેડી નાખી છોડ વચ્ચે પાકમાં પ્રતિક સમાધિ લીધી હતી. ખેડૂતે 22 વિધાનો તૈયાર કપાસનો પાક પશુ માટે ચરવા માટે મૂકી દીધો હતો. સરકાર દ્વારા હજુ સુધી ખેડૂતોને નિષ્ફળ થયેલાં પાકોને વળતર કે વિમા કંપની દ્વારા ખેડૂતો સુધી આ વિમાની રકમ પહોંચી નથી. પિસાતો ખેડૂત અને જલસા કરતી વિમા કંપની એક તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની કમર તુટેલી છે એજ ખેડૂત પોતાનાં પાક નિષ્ફળનાં વળતર માટે પ્રિમીયમ ભરવાં છતાં ખેડૂતોને વલખાં મારવાનો વારો આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાડાના વાંકે પખાલીને ડામ: SNDT કોલેજની માન્યતા રદ્દ, સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ


ચોમાસામાં સતત વરસતાં વરસાદને કારણે પાકને ભારે નુકશાન થયું હતું. કમોસમી વરસાદ અને વાવાઝોડાંઓને કારણે ગુજરાતના ખેડૂતોની માઠી દશા થઈ હતી. સરકાર કે વિમા કંપની દ્વારા ખેડૂતોને વિમો ચુકવવા માટે કોણીએ ગોળ ચોપાડયો હોય છે. જેથી ખેડૂતો પાસે નવાં પાક માટે રૂપિયા નથી અને કુદરતી આફતોથી પાકમાં લગભગ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શીત કરવામાં આવી રહ્યો છે. ખેડૂતે ખરાબ પાક ને પશુંઓ નાં ઘાસચારા માટે મૂકી દેવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.


લો બોલો! રેતીનો પાઉડર બનાવી તેના નિકાસ કરવાનું પણ કૌભાંડ, ઝડપાયું


મહેસાણા: હોટલનું બિલ ચુકવવા મુદ્દે મિત્રએ મિત્રનું કાસળ કાઢી નાખ્યું !


સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવા વરસાદ સાથે માવઠાની અસરના પગલે જામકંડોરણાના રાયડી ગામના ખેડૂતો માઠી દશા બેઠી છે. મગફળી, કપાસ જેવા પાકમાં પહેલેથી જ નુકશાન વેઠી ખેડૂતોએ ભારે આશાએ કાળી મજૂરી કરીને કપાસનો પાક ઉગાડ્યો હતો. કપાસના પાકમાં ગુલાબી ઈયળો દેખા દેતા ખેડૂતોની સારા પાકની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું. ગુલાબી ઈયળો સમગ્ર ખેતરના પાકમાં આવી જતા રાયડી ગામના ખેડૂતે પોતાના ખેતરમાં 22 વિઘા તૈયાર લીલાછમ ઉભા કપાસના પાકને માલધારીઓના પશુઓને ચરવા મૂકી દીધો હતો. ખેડૂતે કપાસના પાકને ઉખેડી નાખી કપાસના છોડ વચ્ચે પ્રતીક સમાધિ લીધી હતી. ખેડૂતો દ્વારા આવા અવનવા નવતર વિરોધ કરી સરકાર ને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. સરકાર દ્વારા તાત્કાલિક પાક વીમો અને સહાય ચૂકવાની ખેડૂતોએ માગણી કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube