સસરાએ કહ્યું રોકડા રૂપિયા આપ નહી તો દિકરી પાછી આપ, જમાઇએ યુવતી સાથે કર્યું એવું કારસ્તાન કે...
જિલ્લાના ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડતી થઇ હતી. જો કે આ ઘટના આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આદિવાસી સમાજના રિવાજ મુજબ યુવતીનો પરિવાર યુવક પાસેથી નાણાની માંગણી કરી પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે જ પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. સમગ્ર ઘટનાની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં રહેતા કેરુભાઈ ભાંગડાભાઇ ડાવર મૂળ મધ્યપ્રદેશ અલીરાજ પત્ની જમકુબેન (ઉ.વર્ષ-૨૪) સાથે ડાંગરા ગામના મનસુખ ભંડેરીની વાડીએ ખેત મજૂરી કામ કરતા હતા.
જામનગર : જિલ્લાના ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડતી થઇ હતી. જો કે આ ઘટના આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આદિવાસી સમાજના રિવાજ મુજબ યુવતીનો પરિવાર યુવક પાસેથી નાણાની માંગણી કરી પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે જ પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. સમગ્ર ઘટનાની વિગત મુજબ ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં રહેતા કેરુભાઈ ભાંગડાભાઇ ડાવર મૂળ મધ્યપ્રદેશ અલીરાજ પત્ની જમકુબેન (ઉ.વર્ષ-૨૪) સાથે ડાંગરા ગામના મનસુખ ભંડેરીની વાડીએ ખેત મજૂરી કામ કરતા હતા.
Ahmedabad: હવે રોકડા રૂપિયા નથી એવું બહાનું નહી ચાલે, પોલીસ POS મશીન દ્વારા વસૂલશે દંડ
મંગળવારે ઝમકુ બેને ગળાફાંસો ખાઇ લીધો હોવાની જાહેરાત પતિએ પોલીસમાં કરતા PSI ચુડાસમા રામદેવસિંહ ઝાલા અને ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયા હતો. પ્રેમ લગ્નના એક જ વરસમાં પત્નીની ગળું દબાવી હત્યા કરનાર પતિની પોલીસે અટક કરી છે. પતિએ પત્નીની હત્યા કરી લાશને દોરી પર લટકાવી ગળાફાંસો ખાધાનું નાટક કર્યું હતું. પોસ્ટમોર્ટમમાં પતિના નાટક પરથી પરદો ઉઠી ગયો હતો. જેમાં સમાજના કુરિવાજેથી મામલો કતલ સુધી પહોંચ્યો હતો. સમાજના રિવાજ મુજબ યુવકની પાસેથી સાસરિયા પક્ષના લોકો પૈસા માંગતા હતા. પૈસા નહીં આપે તો પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે વિચાર્યું કે મારી નહીં તો કોઈની નહીં.
AHMEDABAD માં ચાંદખેડા પોલીસ સુતી રહી અને ચોર મંદિરમાં કળા કરી ગયા, ગાર્ડને બંધ બનાવ્યો
ધ્રોલ પોલીસ દ્વારા લાશની તપાસણી કરતાં તેમને શંકા લગતા તાત્કાલિક લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જ્યાં તેની હત્યા થઇ હોવાનું ખુલતા પતિ પર શંકા જતા તેની પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. હત્યાની કબુલાત આપી હતી. પરંતુ હત્યારા પતિએ જે કારણ આપ્યું તેનાથી સોપો પડી ગયો હતો. સમાજના કુરિવાજએ એક જિંદગીને ખતમ કરી નાખી. હાલ ધ્રોલ પોલીસે પત્નીની હત્યામાં પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube