AHMEDABAD માં ચાંદખેડા પોલીસ સુતી રહી અને ચોર મંદિરમાં કળા કરી ગયા, ગાર્ડને બંધક બનાવ્યો

શહેરના ચાંદખેડામાં સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને ધાડપાડુ ગેંગે મંદિરમાં લૂંટ ચલાવી ફરાર થયા છે. દોઢેક કલાક ગાર્ડને બાંધી રાખી ધાડ પાડી ગેંગના શખ્સો રાતના અંધારામાં ગૂમ થયા. જો કે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરી, લૂંટ, હત્યા, મારમારી જેવી અનેક ગુનાહિત ઘટનાએ માઝા મુકી છે. તો બીજી તરફ પ્રજાના જાનમાલની સુરક્ષા કરતી પોલીસ લો એન્ડ ઓર્ડર જાણવી રાખવામાં નિષ્ફળ સાબીત થઇ હોય તેવુ લાગી રહ્યુ છે. ચાંદખેડામાં આવેલા એક શિવ મંદિરમાં ધાડપાડુ ગેંગે એક સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને લૂંટ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચારમચી ગઇ છે. ફિલ્મી સ્ટાઇલથી ધાડપાડુ આવ્યા હતા અને સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવી દીધો હતો. સીક્યુરીટી તરીકે ફરજ બજાવતા આશુતોષ શુક્લે આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

Updated By: Jul 30, 2021, 09:15 PM IST
AHMEDABAD માં ચાંદખેડા પોલીસ સુતી રહી અને ચોર મંદિરમાં કળા કરી ગયા, ગાર્ડને બંધક બનાવ્યો

ઉદય રંજન/અમદાવાદ : શહેરના ચાંદખેડામાં સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને ધાડપાડુ ગેંગે મંદિરમાં લૂંટ ચલાવી ફરાર થયા છે. દોઢેક કલાક ગાર્ડને બાંધી રાખી ધાડ પાડી ગેંગના શખ્સો રાતના અંધારામાં ગૂમ થયા. જો કે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરી, લૂંટ, હત્યા, મારમારી જેવી અનેક ગુનાહિત ઘટનાએ માઝા મુકી છે. તો બીજી તરફ પ્રજાના જાનમાલની સુરક્ષા કરતી પોલીસ લો એન્ડ ઓર્ડર જાણવી રાખવામાં નિષ્ફળ સાબીત થઇ હોય તેવુ લાગી રહ્યુ છે. ચાંદખેડામાં આવેલા એક શિવ મંદિરમાં ધાડપાડુ ગેંગે એક સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને લૂંટ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચારમચી ગઇ છે. ફિલ્મી સ્ટાઇલથી ધાડપાડુ આવ્યા હતા અને સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવી દીધો હતો. સીક્યુરીટી તરીકે ફરજ બજાવતા આશુતોષ શુક્લે આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

Chotila Highway પર ટેન્કર પલ્ટી ખાતા વહી તેલની નદીઓ, લોકોએ કરી પડાપડી

ટાઉનશીપમાં બીલ્ડર દ્રારા એક મહાદેવનું મંદિર પણ બનાવવામાં આવ્યુ છે. જેમા આશુતોષની ડ્યુટી હતી. વરસાદી માહોલ હોલાના કારણે મોડીરાત્રે આશુતોષ મંદિરના પાટગણમાં ખુરશી પર બેસીને ડ્યુટી કરતો હતો ત્યારે રાત્રે એક વાગ્યાની આસપાસ છ શખ્સો આવ્યા હતા અને તેને મારમારીને બાંધી દીધો હતો અને બાદમાં તે બુમાબુમ કરે નહી તે માટે મોઢામાં ડુચો મારી દીધો હતો. લૂંટારુ ગેંગએ આરામથી લૂંટના ઘટનાને અંજામ આપી ફરાર થયા હતા. 

AHMEDABAD માં ટ્રાફીક નિયમોનો ભંગ કરનારાઓની બહાનેબાજી નહી ચાલે, પોલીસ તમામ પ્રકારે સજ્જ

ધાડપાડુ ગેંગે મંદિરના દરવાજાનું લોક તોડી નાખ્યુ હતું અને બાદમાં છત્ર અને દાનપેટીની ચોરી કરીને લઇ ગયા હતા. ધાડપાડુ ગેંગ નાસી ગયા બાદ આશુતોષ યેનકેન રીતે રસી તોડી નાખી હતી. બાદમાં પોલીસને જાણ કરી હતી. ચાંદખેડા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળ પર આવી ગયા હતા. તપાસનો દોર શરૂ કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે ત્યારે હવે પોલીસ અને ક્રાઇમબ્રાંચ આ ધાડપાડુ ગેંગને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

Jamnagar: GG Hospital ખાતે શરૂ કરાયું ખાસ સગર્ભા રસીકરણ સેન્ટર

વરસાદી માહોલ હોવાના કારણે આશુતોષ મંદિરના પાટગણમાં ખુરશીમાં બેઠો હતો. અંધારૂ વધુ હોવાના કારણે મંદિરમાં હેલોજન ચાલુ હતી. હેલોજન ચાલુ હોવાના કારણે મંદિરની પાછળથી કેટલાક શખ્સો આવ્યા હતા. જેથી તેનો પડછાયો આષુતોશ જોઇ ગયો હતો. આશુતોષે પડછાયો જોયો ત્યારે તે ઉભો થઇને મંદિરની પાછળ જવા માટે ગયો હતો. જ્યા તેને તમામે દબોચી લીધો હતો. જોકે દોઢ કલાક બંધાયેલો રહ્યો હતો. ચાંદખેડામાં થયેલી લૂંટની ઘટનામાં પોલીસ જો યોગ્ય રીતે પેટ્રોલીગ અને ચેંકીગ કરતી હોત તો આ ઘાડપાડુ ગેંગને પકડી શકી હોત. 11 વાગ્યાથી નાઇટ કરફ્યુ હોવા છંતાય પોલીસ બંદોબસ્ત કરતી નથી જેનો ફાયદો લૂંટારૂ ટોળકી ઉઠાવી રહી હોવાનું ક્યાંક માનવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube