સસરા પુત્રવધુના કપડા લઇ ગયા, પુત્રવધુને લાગ્યું કે તેના શરીર પર જીવડા ફરે છે અને પછી...
નરોડા પોલીસ સ્ટેશનમાં પુત્રવધુએ સાસરિયા પક્ષ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પુત્રવધુ એ સસરા પર ગંભીર આક્ષેપ મુક્યા છે કે, સસરા તાંત્રિક છે અને પુત્રવધુ પર તાંત્રિક વિધિઓ કરે છે. મહિલાનું નામ છે નીલમ સુદ્રા છે. નીલમ બહેનના લગ્ન વર્ષ 2016માં સામાજિક રીતિરિવાજ પ્રમાણે હિતેશ સુદ્રા સાથે થયા હતા.
અમદાવાદ: નરોડા પોલીસ સ્ટેશનમાં પુત્રવધુએ સાસરિયા પક્ષ સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પુત્રવધુ એ સસરા પર ગંભીર આક્ષેપ મુક્યા છે કે, સસરા તાંત્રિક છે અને પુત્રવધુ પર તાંત્રિક વિધિઓ કરે છે. મહિલાનું નામ છે નીલમ સુદ્રા છે. નીલમ બહેનના લગ્ન વર્ષ 2016માં સામાજિક રીતિરિવાજ પ્રમાણે હિતેશ સુદ્રા સાથે થયા હતા.
નર્મદા : સરદાર સરોવર ડેમ પુર્ણતાની નજીક, જળ સપાટીમાં સતત વધારો
લગ્નના એક વર્ષ સુધી લગ્ન જીવન યોગ્ય ચાલતું હતું, ત્યાર બાદ ઘરકંકાસ શરુ થયા હતા. ત્યારે પરણિતા નીલમ બહેનના આક્ષેપ છે કે, તેના સસરા નરસિંહ ભાઈ સુદ્રા તાંત્રિક છે. તેના પર તાંત્રિક વિધિઓ કરે છે. જેને લઇને નીલમ બહેને તેના પતિ હિતેશ સુદ્રા સાસુ પુષ્પાબેન સુદ્રા સસરા નરસિંહભાઇ સુદ્રા અને નણંદ રીનાબેન સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન ફેબેક્ષાનું CM ના હસ્તે ઇ-ઇનોગ્રેશન
પરણિતા નીલમ સુદ્રાના આક્ષેપ છે કે તેના સસારા તેને મેણા ટોણા મારે છે, તેની વાત માં તાબે ન થતા તેના પર સસરા નરસિંહ ભાઈ એ તાંત્રિક વિધિ કરેલ છે. જેના કારણે તેને ઊંઘ ન આવતી નહોતી. શરીર પર જીવડા ફરતા હોવાનો અનુભવ થઇ રહ્યો હતો, સાથે જ સસરા નરસિંહભાઇ પુત્રવધુના કપડા લઇ જઈને તેમાં તાંત્રિક વિધિ કર્યા બાદ પુત્રવધુને પહેરવા આપતા હોવાનો પણ આક્ષેપ પુત્રવધુ કરી રહી છે.
વડોદરામાં ભાજપ કાર્યકર વિજયસિંહ પરમારનું કોરોનાના કારણે નિધન
પતિ અને સસરા એમ કહેતા હતા કે તું નીલમ નથી અને તારી અંદર અન્ય કોઈ ખરાબ વસ્તુ છે. ત્યારે નરોડા પોલીસે પતિ હિતેશ સુદ્રા સાસુ પુષ્પાબેન સુદ્રા સસરા નરસિંહભાઇ સુદ્રા અને નણંદ રીનાબેન સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે કે હક્કીકતે કોઈ તાંત્રિક વિધિ થઇ છે કે કેમ તે અંગે તપાસ ચાલુ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર