ગિરનાર રોપવેમાં યાદગાર બની ગયો પ્રવાસીઓનો પ્રથમ દિવસ, મળી ગોલ્ડન ટિકિટ
દશેરાના શુભ દિવસથી ગિરનાર રોપવે જાહેર જનતા માટે ખુલી ગયો છે. ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રથમ એક હજાર ટિકિટ ગોલ્ડન ટિકિટ તરીકે પ્રસિધ્ધ કરાઈ છે. પ્રથમ એક હજાર પ્રવાસીઓની યાદગીરી રૂપે ગોલ્ડન ટિકિટ રખાઈ છે.
સાગર ઠાકર, જુનાગઢઃ દશેરાના શુભ દિવસથી ગિરનાર રોપવે જાહેર જનતા માટે ખુલી ગયો છે. ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રથમ એક હજાર ટિકિટ ગોલ્ડન ટિકિટ તરીકે પ્રસિધ્ધ કરાઈ છે. પ્રથમ એક હજાર પ્રવાસીઓની યાદગીરી રૂપે ગોલ્ડન ટિકિટ રખાઈ છે. સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી રોપવે કાર્યરત રહેશે. લોઅર અને અપર બન્ને સ્ટેશન પરથી પ્રવાસીઓ ટિકિટ મેળવી શકશે સાથે ગિરનાર રોપવે સાઈટનો ટોબેકો ઝોન છે. જ્યાં પાન માવા બીડી સિગારેટ પર પ્રતિબંધ મુકાયો છે. લોઅર સ્ટેશન પર એરપોર્ટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રવાસીઓ એરપોર્ટમાં આવ્યા હોય તેવો અનુભવ કરી શકશે.
દાયકાઓથી જે એક સ્વપ્ન હતું કે ગિરનાર પર્વત પર રોપવે કાર્યરત થાય, અને ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થયા બાદ દશેરાથી જાહેર જનતા માટે રોપવે શરૂ થઈ ગયો છે. પ્રથમ દિવસે જ રોપવેની સફર માણવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ રોપવેની સફરને યાદગાર ગણાવી હતી.
રોપવેમાં આવનાર પ્રવાસીઓ માટે કોરોના ગાઈડલાઈન મુજબ નિયમો લાગુ કરાયા છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, થર્મલ સ્કેનર સહીતની પ્રક્રિયામાંથી પસાર થઈને પ્રવાસી ટિકિટબારી સુધી પહોંચે છે. હાલ રીટર્ન ટીકીટનું ભાડુ 700 રૂપીયા રાખવામાં આવેલ છે. પ્રવાસીઓને જે ટિકિટ આપવામાં આવે છે તે ગોલ્ડન ટિકિટ તરીકે પ્રસિધ્ધ કરાઈ છે. ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રથમ એક હજાર ટિકિટ ગોલ્ડન ટિકિટ રખાઈ છે જે લોકો એક યાદગીરી રૂપે સાચવી શકે તેવી બનાવાય છે.
મહેશ કનોડિયાએ લતા મંગેશકરના અવાજમાં ગીત ગાયું, ત્યારે દીદીએ કનોડિયા ભાઈઓને ઘરે આમંત્રણ આપ્યું હતું
ગિરનાર રોપવેમાં સફરનો સમય સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીનો છે. પ્રવાસીઓ લોઅર અને અપર એમ બન્ને સ્ટેશનો પરથી ટિકિટ મેળવી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. લોઅર સ્ટેશન પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહે તે માટે પૂરતી સજાવટ કરવામાં આવી છે. એક પ્રકારે એરપોર્ટ જેવો માહોલ જોવા મળે છે અને પ્રવાસીઓ જાણે એરપોર્ટમાં આવ્યા હોય તેવો અનુભવ કરી શકશે.
પ્રથમ દિવસે પ્રવાસીઓએ રોપવેના સફરનો આનંદ માણ્યો હતો અને પોતાના અનુભવને યાદગાર ગણાવ્યા હતા. રોપવેની સફર દરમિયાન પ્રવાસીઓ ગિરનાર પર્વતની સીડીઓ, સાથે માળીપરબ, જૈન દેરાસર, દાતાર પર્વત અને આસપાસના જંગલ વિસ્તારનું વિહંગાવલોકન કરી શકે છે અને એક રમણીય નજારો માણી શકે છે. રોપવેમાં અંબાજી સુધી પહોંચી લોકો માઁ અંબાજીના દર્શન કરી શકે છે અને અંબાજીની ટોચ પરથી જ મહાકાલી અને દત્તાત્રેયની ટોચનો નજારો પણ માણી શકે છે. પ્રથમ દિવસે રોપવેનો પ્રવાસ કરનાર લોકોએ પણ રોમાંચ અને દિવ્ય અનુભૂતિનો અહેસાસ કર્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube