પંચમહાલ : ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી જંગલમાં કાચબા ઉપર તાંત્રિક વિધિ કરી રૂપિયાનો વરસાદ કરતાં પાંચ ઈસમોને વાઈલ્ડ લાઈફ સર્કલ, વન વિભાગ અને GSPCA સંસ્થાએ ઝડપી લઈ ઓપરેશન પાર પાડ્યું છે. વિધિ પૂર્વે જ ટીમે કાચબાને જીવતા ઉગારી લેવામાં સફળતા મેળવી છે. વન વિભાગે ચાર કાચબા જીવિત હાલતમાં અને ત્રણ મારક હથિયાર ઝડપાયેલા આરોપીઓ પાસેથી કબ્જે લીધું છે. ઝડપાયેલા તમામ આરોપીઓ ઘોઘબા તાલુકાના જ રહીશો છે. જેઓએ કાચબા કોની પાસેથી અને કેવી રીતે મેળવ્યા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોતા નજીક ફર્નિચરના ગોડાઉનમાં વિકરાળ આગ, 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે


ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાને બે માસ અગાઉ ઘોઘબા પંથકમાં વન્યજીવ ઉપર તાંત્રિક વિધિનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી. જેથી GSPCA ટીમે આ ષડ્યંત્રનો પર્દાફાશ કરવા ગતિવિધિઓ તેજ બનાવી દીધી અને વોચ ગોઠવી હતી. આખરે વન્યજીવ કાચબા ઉપર વિધિ કરવાના ષડ્યંત્ર સુધી પહોંચવામાં સફળતા મળી હતી. બુધવારે  GSPCA ટીમ, વડોદરા વાઇલ્ડ લાઇફ સર્કલના એસીએફ અને સ્ટાફ તેમજ રાજગઢ  આર.એફ.ઓ સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ઘોઘબા તાલુકાના વાવકુલ્લી ગામના ગીચ જંગલમાં વિધિ ચાલતી હતી ત્યાં ટીમે દરોડો પાડ્યો હતો. તે સમયે ચાર કાચબા, ત્રણ મારક હથિયાર અને મુખ્ય આરોપી માવસિંગ બારીયા જે વન્યજીવ ઉપર  વિધિ કરવા માટે જંગલમાં લઈ ગયો હતો. જે મળી આવ્યાં હતાં. 


Gujarat: મોટા શહેરોને આંટી મારે તેવું છે આ રૂપકડું ગામ, દરેક ઘરમાં NRI, PICS જોઈને છક થશો


આ આરોપી પાસેથી શિડયુલ-૧ માં આવતા કાચબા ઉપર  તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ કરવાનો હતો. જેની સાથે  આ તાંત્રિક વિધિમાં અન્ય ચાર વ્યક્તિઓને પણ વન વિભાગે રંગે હાથ ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. વનવિભાગ દ્વારા ઝડપાયેલા આરોપીઓ પાસેથી  વન્યજીવ કાચબા નંગ-૪, મારક હથિયાર બે તલવાર, એક ધારીયું, એક છરો વન વિભાગે જપ્ત કરી છે. આરોપીઓ સામે વન્યજીવ અધિનિયમ ૧૯૭૨ની જોગવાઈ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહીના ચક્રો ગતિમામ કર્યા છે.


ગુજરાતનો સૌથી ભ્રષ્ટ અધિકારી, અંબાણીને પણ શરમાવે તેવા વૈભવી ઠાઠ-ગાડીઓ સાથે જીવે છે વિરમ દેસાઇ


સાધુ વેશ ધારણ કરી ઓપરેશન પાર પાડ્યું
પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને બે માસ અગાઉ વન્યજીવ ઉપર તાંત્રિક વિધિ કરી રૂપિયાનો વરસાદ કરવા અંગેની બાતમી મળી હતી.જેથી વન્યજીવને બચાવવા અને તાંત્રિક વિધિના નામે છેતરપીંડી ચલાવતા ભેજાબાઝોને સબક શીખવાડવા સંયુક્ત ટીમે ખાસ ઓપરેશન હાથ ધરી વોચ ગોઠવી હતી. જેમાં ભેજાબાઝ સુધી પહોંચવા માટે બે કર્મચારીઓએ સાધુનો વેશ ધારણ કર્યો હતો. જે મોડેસ ઓપરેન્ડી સફળ થવા સાથે આરોપી અંતે ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં તાંત્રિક વિધીનો કથિત મુખ્ય આરોપી માવસિંગ મણીલાલ બારીયા, રહે વાવકુલ્લી, રણજીતભાઈ રૂપાભાઈ બારીયા, રહે સાજોરા, પ્રદીપભાઈ ભલાભાઈ બારીયા, રહે નિકોલા-સીમળિયા, ભરતભાઇ વાલાભાઈ બારીયા, રહે વાવકુલ્લી અને ગોવિંદ મનસુખભાઈ પટેલિયા, રહે ખાનપાટલા તાલુકો ઘોઘબાનો સમાવેશ થાય છે. 


અરેરાટીભર્યો કિસ્સો, સુરતમાં બાઈક પર આવેલા લુખ્ખાઓએ કાન ચીરીને વૃદ્ધાની બુટ્ટી ખેંચી


ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ તાંત્રિક વિધિથી રૂપિયા બનાવવાની ગેર માન્યતા વચ્ચે કેટલાય લોભિયા અટવાઈ રહ્યા છે. વાવકુલ્લી ગામના જંગલમાંથી કાચબા ઉપર તાંત્રિક વિધિ કરી રૂપિયાનો વરસાદ કરવાના ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય લોભિયા મફતમાં રૂપિયાદાર બનવાના દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે અને ધુતારાઓનો ભોગ બની રહ્યા છે. તાંત્રિક વિધિમાં કાચબા, ઘુણી તરીકે ઓળખાતું સરીસૃપ, ૧૯૩૯નો ચલણી સિક્કો, પાંચ હરણ વાળી ચલણી નોટ જેવી અનેક ચીજવસ્તુઓ થકી ભેજાબાઝ કથિત તાંત્રિકો પોતાના કસબ અજમાવી રહ્યા છે. જેની સામે લોભીયાઓ પણ પોતાના સાચા નાણાંનો વ્યય કરી વિધિ માટે ચીજવસ્તુઓ મેળવવા આંધળી દોટ મુક્તા હોવાનું કહેવાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube