ગુજરાતનો સૌથી ભ્રષ્ટ અધિકારી, અંબાણીને પણ શરમાવે તેવા વૈભવી ઠાઠ-ગાડીઓ સાથે જીવે છે વિરમ દેસાઇ

ગુજરાતમાં કથિત વિકાસ અને ભ્રષ્ટાચાર ઉન્મુલનનાં દાવાઓ વચ્ચે એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કલોકનાં નિવૃત મામલતદાર વિરમ દેસાઇ પાસેથી કરોડો રૂપિયાની મિલ્કતનો ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે.

Updated By: Jan 21, 2021, 04:22 PM IST
ગુજરાતનો સૌથી ભ્રષ્ટ અધિકારી, અંબાણીને પણ શરમાવે તેવા વૈભવી ઠાઠ-ગાડીઓ સાથે જીવે છે વિરમ દેસાઇ
ભ્રષ્ટ વિરમ દેસાઇ

અમદાવાદ : ગુજરાતમાં કથિત વિકાસ અને ભ્રષ્ટાચાર ઉન્મુલનનાં દાવાઓ વચ્ચે એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કલોકનાં નિવૃત મામલતદાર વિરમ દેસાઇ પાસેથી કરોડો રૂપિયાની મિલ્કતનો ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે. વિરમ દેસાઇ પાસેથી કરોડોની મિલ્કત મુદ્દે એસીબી દ્વારા કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. વિરમ દેસાઇ પાસેથી કુલ 11 દુકાનો, કરોડોનાં પ્લોટ સહિત કુલ 33.47 કરોડ રૂપિયાની બેનામી મિલ્કત મળી આવી છે. 

અરેરાટીભર્યો કિસ્સો, સુરતમાં બાઈક પર આવેલા લુખ્ખાઓએ કાન ચીરીને વૃદ્ધાની બુટ્ટી ખેંચી

અપ્રમાણસર મિલકત એટલા મોટા પ્રમાણમાં મળી આવી છે કે, એસીબીનાં ઇતિહાસનો સૌથી મોટો કેસ બને તેવી શક્યતા છે. વિરમ દેસાઇને ગુજરાત સરકારનો સૌથી ભ્રષ્ટ કર્મચારી હોવાનું કહેવાઇ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, અત્યાર સુધી આટલો મોટો ભ્રષ્ટ કર્મચારી સામે આવ્યો નથી. પહેલીવાર એસીબીનાં ઇતિહાસમાં આટલો મોટો કેસ સામે આવ્યો છે. વિરમ દેસાઇ પાસે 11 તો મોંઘીદાટ વૈભવી ગાડઓ ઝડપાઇ છે. અંબાણી કે અદાણી જેવા દેશનાં ટોચના ધનિકો પાસે ન હોય તેવી ગાડીઓ વિરમ દેસાઇ પાસે છે. વિરમ દેસાઇ પાસે લક્ઝુરિયસ કહી શકાય તેવી તમામ મોટી મોટી અને લક્ઝુરિયસ ગાડીઓ છે. 

તમારું દિલ જીતી લેશે આ ગુજરાતી બાળક, જેણે અમરેલીનું બજાર ગજવ્યું

વિરમ પાસે જેગુઆર, ઓડી, બીએમડબલ્યુ, હોન્ડા સિટી, ફોર્ચ્યુનર, સિઆઝ, જિપ કમ્પાસ, ઓલ્ટીઝ, કોરોલા, ઝાયલો અને હેરિઅર, જીટી જેવી અનેક ગાડીઓ મળી આવી છે. આ ઉપરાંત તેની પાસેથી કુલ 11 દુકાનો, 3 ફ્લેટ અને 2 બંગલા, એક ઓફીસ સહિત કુલ 30 બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. ગાંધીનગરનાં બે પ્લોટ અને કરોડો રૂપિયાની જમીન પણ મળી આવી છે. હાલ જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ વધારેને વધારે સંપત્તી મળતી જાય છે. જેમ જેમ તેના પરિવારની સંપત્તી જાહેર થતી જાય છે તેમ તેમ સતત તેની સંપત્તીમાં વધારો થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube