અમદાવાદ :  હાલ કોરોના મહામારી દરમિયાન પ્રદૂષણ એક ખુબ જ મોટો મુદ્દો બનીને આવ્યો છે. જેના કારણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગુજરાતના ચાર મહત્વના શહેરોને ખુબ જ પ્રદૂષિત જાહેર કર્યા છે. જેના કારણે સરકારે હવે લિમિટેડ સમયમાં ફટાકડા ફોડવાની પરવાનગી આપે છે. એનજીટીએ જે ચાર શહેરોને સૌથી વધારે પ્રદૂષિત જાહેર કર્યા છે. જેમાં ગુજરાતનાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે. ]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસાફરને હાર્ટ એટેક આવ્યા છતા ટ્રેન રોકી ન હતી, ગ્રાહક કોર્ટે રેલવેને વળતર ચૂકવવા આદેશ આપ્યો

કેન્દ્ર સરકારે પ્રદૂષણનો આંક ખુબ જ વધારે છે. જેના કારણે ચાર શહેરો માટે 202.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ ગ્રાન્ટ મોકલીને તેનો વ્યવહારુને યોગ્ય રીતે ઉપયોગ થાય તેની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગે GPCB એ જણાવ્યું કે, હાલ આ ગ્રાન્ટનો પહેલો હપ્તો મળી ચુક્યો છે. તે જેતે શહેરના કોર્પોરેશનને વાયુ પ્રદૂષણ ઘટાડવાની કામગીરી સોંપી છે. હાલ શહેરમાં વાયુ પ્રદૂષણ માપવામાં અને ડેટા એકત્રિત કરવાનાં સાઘનો પુરતા પ્રમાણમાં નથી. 


લાખોની લૂંટ ચલાવી અંધારામાં પાડી રહ્યા હતા ભાગલા, પોલીસે કરી 5 લાખની રિકવરી

હવે આ ગ્રાન્ટમાંથી 24 કલાક સતત એક્ટિવ રહીને પ્રદૂષણ માપે તેવા મશીનો વસાવાશે. આ મશીનો દ્વારા પ્રદૂષણનું લેવલ નક્કી થશે. આ સાથે તેના ડેટા સંગ્રહ કરવાની પદ્ધતી વિકસાવાશે. જેના પરથી રાજ્ય સરકાર પોતાના આગામી પગલાઓ નક્કી કરશે. ગુજરાતનો સમાવેશ ચાર સૌથી પ્રદૂષિત શહેરો પૈકી અમદાવાદને સૌથી વધારે 91 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ત્યાર બાદ રાજકોટને 20 કરોડ, સુરતને 65 કરોડ અને વડોદરાને 26 કરોડ ફાળવવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube