ગાંધીનગર : ગુજરાત વિધાનભાનાં 5 દિવીય ચોમાસુ ત્રના ચોથા દિવસે ગૃહમાં આક્ષેપબાજી કરતા કટાક્ષ અને હળવી ટકોર જોવા મળી હતી. કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાના હેતુથી ચોમાસુ સત્રમાં જુનિયર ધારાસભ્યોને ગૃહના બદલે ગેલેરીમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમાં કોંગ્રેસનાં કેટલાક ધારાસભ્યોની બેઠક વ્યવ્થા પ્રેક્ષક ગેલેરી નંબર 4માં કરવામાં આવી છે. જો કે સત્રના પ્રથમ દિવથી જ વિધાનસભાધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ ગેલેરીને હો... હો... ગેલીરી નામ આપતા કોંગ્રેસનાં ધારાસભ્યો અધ્યક્ષના વલણ તરફે રોષ જોવા મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાળાની ફી મુદ્દે સરકારે છેલ્લી ઘડીએ શોધી છટકબારી, કોંગ્રેસ દ્વારા હોબાળા સાથે વોકઆઉટ

ગૃહમાં વિધાનસભા અધ્યક્ષે આજે ગેલેરી નંબર 4ને વારંવાર હો... હો... ગેલેરી તરીકે ઉલ્લેખ કરતા આ ગેલેરીમાં બેસેલા કોંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષની વારંવાર ટીપ્પણીનાં વિરોધમાં ગાંધી ટોપી પહેરી આવ્યા હતા. અધ્યક્ષે ગેલેરી નંબર 4 બેસતા લલિત વસોયા, લલિત કગથરા, પ્રતાપ દુધાત સહિતનાં ધારાસભ્યો વિધાનસભામાં રાજકીય અને હાસ્યાસ્પદ ટીપ્પણીઓ કરતા હતા. શ્રેષ્ઠ ધારાસભ્યનાં એવોર્ડ સમયે પણ તેમણે ભારત માતા કી જયનાં નારાઓ લગાવ્યા હતા. બીજી તરફ ભાજપના ધારાસભ્યોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા. જો કે ભાજપના ધારાસભ્યોએ ટોપી અંગે પુછતા કોંગ્રેસના સભ્યોએ સામો પ્રહાર કરી એવી ટીપ્પણી કરી હતી કે, અમે તો આજે જ ટોપી પહેરી છે પરંતુ તમે છેલ્લા 25 વર્ષથી પ્રજાને ટોપી પહેરાવો છો. ગેલેરી સહિત સમગ્ર ગૃહમાં હસાહસીનો માહોલ ફેલાયો હતો. 


વડોદરા: ફિલ્મ પ્રોડ્યુસરે યુવતીને હોટલનાં રૂમમાં બોલાવી કહ્યું તારો પગાર આપવાનો છે આવી જા અને...

આજે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજા અંગે ભાજપનાં ધારાસભ્યના ટૂંકી મુદતના પ્રશ્નમાં વિપક્ષી નેતા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર ટકાક્ષોનો મારો ચલાવ્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્ય બળદેવજી ઠાકોરે અધ્યક્ષને નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમનાં નામે અટકાવ્યા હતા. જેથી અધ્યક્ષે મુળ મુદ્દાની ચર્ચા પર રહેવાની ટકોર કરતા ધારાસભ્યો સમસમી ગયા હતા. જેના પગલે ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, લોકડાઉન બાદ સરકારે જાહેર કરીને આત્મનિર્ભર સહાય યોજના પેકેજ છે કે પડીકું તેવું કહેતા ભાજપનાં ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube