રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: હાઈલેન્ડ રીસોર્ટમાં 2 તારીખે રાત્રે અમદાવાદની 22 વર્ષીય યુવતીએ પોતાના સાથે થયેલાં કથિત દુષ્કર્મની ફરિયાદ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નોંધાવી હતી અને તેના પગલે યુવકે આપઘાત કરી લેતા આ ચકચારી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જેમાં મૃતક આહીર યુવકને હની ટ્રેપમાં ફસાવી 4 મહિલા સહિત કુલ 9 આરોપીએ 4 કરોડની ખંડણી માંગવાનું કેસ સામે આવ્યું છે. આજે આ મામલે આહીર સમાજે માધાપરમાં રેલી યોજી તટસ્થ તપાસ માટે કલેકટર અને પશ્ચિમ કચ્છ એસ.પી.સમક્ષ રજૂઆત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી ભયાનક આગાહી, ગુજરાતમા 2023 સાઇક્લોન વર્ષ બની રહેશે


આહીર આજના અગ્રણી વી.કે. હુંબલે જણાવ્યું હતું કે,આહીર સમાજનાં નવયુવાન દિલીપ ગાગલનું હનીટ્રેપમાં ફસાવીને ષડયંત્ર રચીને જેને આપઘાત કરવા માટે મજબૂર કરવામાં આવ્યું તેને ન્યાય મળે તેમજ આહીર સમાજને ન્યાય મળે અને તેના પરિવારજનોને ન્યાય મળે તે માટે અહીં એક આહીર સમાજનું સંમેલન રાખવામાં આવ્યું હતું અને ત્યાર બાદ રેલી સ્વરૂપે કચ્છ કલેકટર અને પશ્ચિમ કચ્છ એસ.પીને આવેદનપત્ર આપ્યું છે.


ખાનગી શાળાઓ પરથી લોકોનું મન ઉઠી ગયું! ગુજરાતમાં 5 લાખ છાત્રોએ સરકારી શાળાઓમાં...!!


આ પ્રકરણમાં કરોડો રૂપિયા માંગવામાં આવેલા અને નિર્દોષ વ્યક્તિ પર ખોટો બળાત્કારની ફરિયાદ કરવામાં આવી. આ ષડયંત્રમાં જે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું જેમાં બહાર આવ્યું હતું કે કોઈ રીતે બળાત્કાર કરવામાં નથી આવ્યું માત્ર ને માત્ર પૈસા પડાવવા માટેનું ષડયંત્ર કરવામાં આવ્યું છે જે કચ્છમાં અનેક જગ્યાએ બની રહ્યું છે. માટે તાત્કાલિક આ પ્રકરણમાં યોગ્ય તપાસ કરવામાં આવે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે.


ક્યાં કેટલો કહેર વરસાવશે 'બિપરજોય' વાવાઝોડું? ગુજરાતમાં ક્યાંથી થશે પસાર અને શું અસર


પશ્ચિમ કચ્છ એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "આ કેસની ફરિયાદી દિવ્યાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે તે અમદાવાદની આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં અભ્યાસ કરે છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોતા તે અમદાવાદમાં એક ટૂર પેકેજ પ્લાન કરતી કંપનીમાં નોકરી કરતી હતી પરંતુ કંપની બંધ થઈ જતાં તે બેકાર બનેલી અને કંપનીમાં કામ કરતા તેના લીડર અજય પ્રજાપતિએ આ કંપનીમાં નાણાંકીય રોકાણ કર્યું હતું પરંતુ તેને પણ આર્થિક નુકસાની થઈ હતી. અજય પ્રજાપતિએ થોડાંક મહિના અગાઉ દિવ્યાને તેમની બંધ થઈ ગયેલી કંપનીની ઑફિસ પર બોલાવી મે વડોદરાથી આવેલા અખલાક પઠાણ સાથે ઓળખાણ કરાવી હતી.


પુસ્તકો વગર કેવી રીતે ભણશે ગુજરાત? નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં વાલીઓ પર વધ્યો બોજ


પોલીસે ફરિયાદી દિવ્યાનું નિવેદન લેતાં બહાર આવ્યું કે હકીકતમાં દિવ્યા સાથે દિલીપનો કોઈ શારીરિક સંબંધ બંધાયો જ નહોતો. પરંતુ દિવ્યાએ દિલીપ સાથે શારીરિક સંબંધ બંધાયો હોવાની ખોટેખોટી ફરિયાદ માનકૂવા પોલીસ મથકે નોંધાવી હતી. ઉપરાંત તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું કે દિલીપે તેને ક્યાંય પણ બળજબરીપૂર્વક ફાર્મ હાઉસમાં નહોતો લઈ ગયો કે ના તેણે કોઈ દુષ્કર્મ આચર્યું હતું. 


આ પ્લેનમાં બિકિની પહેરે છે એર હોસ્ટેસ!, એક ક્ષણ જોતા જ રહી જશો!


પોતે રૂપિયાની લાલચમાં આવી જઈને મનીષા અને તેના સહઆરોપીઓના કહેવાથી ષડયંત્રમાં સામેલ થઈ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી છે. મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીએ દિવ્યાને ષડયંત્ર મુજબ કરવા જણાવ્યું અને દિવ્યાએ ડૉક્ટરને પોતાના પર બળાત્કાર થયો હોવાનું ખોટ ખોટું જણાવ્યું હતું.અને દિલીપને ફોન કરીને બળાત્કાર કર્યા હોવાના કેસમાં ફસાવવાની વાત કરી 4 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. 


WTC Final: ભારત બનશે ચેમ્પિયન કે તૂટી જશે સપનું, આ 5 ફેક્ટર ફાઈનલમાં હશે X ફેક્ટર


જ્યારે બીજા દિવસે શનિવારે વહેલી સવારે દિલીપે દેશલપર-નલિયા રોડ પર આવેલાં તેના પેટ્રોલ પંપ નજીક બાવળની ઝાડીમાં નાયલોનની દોરીથી ફાંસો ખાઈ લીધો હતો.પશ્ચિમ કચ્છ પોલીસે આ પ્રકરણમાં હાલ દિવ્યા અને અઝીઝને રાઉન્ડ અપ કર્યાં છે. જ્યારે પ્રકરણમાં આરોપી એવા અંજારના બંને વકીલ નાસી છૂટ્યાં છે.પશ્ચિમ કચ્છ પોલીસ અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે. હાલમાં આ પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. 


વહીદા રહમાન સાથે જ્યારે સુનીલ દત્ત અસલી ડાકૂઓ વચ્ચે ફસાયા ત્યારે....