WTC Final: ભારત બનશે ચેમ્પિયન કે તૂટી જશે સપનું, આ 5 ફેક્ટર ફાઈનલમાં હશે X ફેક્ટર

WTC Final 2023: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવી પછી પોતાના દેશમાં હરાવી. હવે પડકાર ઈંગ્લેન્ડનો છે. ભારત માટે ન માત્ર પરિસ્થિતિ અલગ છે, પરંતુ અન્ય કારણ પણ છે જે તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનાવવાના માર્ગમાં અવરોધ ઉભો કરશે, પરંતુ રોહિત શર્માની ટીમે એલર્ટ મોડ પર રહેવું પડશે. 

WTC Final: ભારત બનશે ચેમ્પિયન કે તૂટી જશે સપનું, આ 5 ફેક્ટર ફાઈનલમાં હશે X ફેક્ટર

લંડનઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતનો દબદબો રહ્યો. સ્પિન જોડી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરતા 47 વિકેટ ઝડપી હતી. ઓવરમાં બુધવારથી શરૂ થનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ ડ્યૂક બોલથી રમાશે. ઓવલની ફાસ્ટ પિચ પર સ્થિતિ અલગ હશે. આવો સમજીએ ક્યા 5 ફેક્ટર છે જે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી શકે છે અને જો તે પ્રમામે ન થાય તો સપનું તૂટી શકે છે. 

ભારતની ઓપનિંગ જોડી
રોહિત શર્મા અને કેએલની સારી ઓપનિંગ પાર્ટનરશિપને કારણે ઈંગ્લેન્ડમાં 2021-22 ટેસ્ટ સિરીઝની પ્રથમ ચાર ટેસ્ટમાં ભારતનો દબદબો રહ્યો હતો. બંને ઓપનિંગ બેટર રાહુલ અને રોહિતે સદી બનાવી હતી. રોહિતે પ્રથમ ચાર ટેસ્ટમાં 52.57ની એવરેજથી એક સદી અને બે અડધી સદીની મદદથી 368 રન બનાવ્યા. તો રાહુલે 39.37ની એવરેજથી 315 રન બનાવ્યા હતા. રાહુલ ઈજાગ્રસ્ત હોવાને કારણે ગિલ રોહિત સાથે ફાઈનલમાં ઓપનિંગ કરવા તૈયાર છે. ગિલ શાનદાર ફોર્મમાં છે, પરંતુ મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડની પેસ બેટરી સામે અનુકૂળ પરિસ્થિતિમાં ટીમને સારી શરૂઆત અપાવવાનો પડકાર હશે. તેવી સંભાવના છે કે નવી પિચ હશે અને સપાટી સૂકી હશે. આવી સ્થિતિમાં ગિલ અને રોહિતે તે નક્કી કરવાનું હશે કે ઓસ્ટ્રેલિયાની ટીમ નવા બોલથી વધુ વિકેટ ન ઝડપે. 

અશ્વિન vs ઓસ્ટ્રેલિયન લેફ્ટ હેન્ડર્સ બેટર
અશ્વિનના નામે ટેસ્ટમાં સૌથી વધુ ડાબા હાથના બેટરોને આઉટ કરવાનો રેકોર્ડ છે. 92 ટેસ્ટમાં અશ્વિને 474 વિકેટ લીધી છે, જેમાં 241 ડાબા હાથના બેટરો ((50.84% સફળતા) છે. જેમ્સ એન્ડરસને સૌથી વધુ ડાબા હાથના શિકાર (212 વિકેટ, 30.95 ટકા) ની સાથે યાદીમાં બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની પાસે સંભવિત પ્લેઇંગ ઇલેવનમાં પાંચ ડાબા હાથના બેટર છે- ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી અને મિશેલ સ્ટાર્ક. તેથી અશ્વિનની ભૂમિકા મહત્વની હશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અશ્વિને 25માંથી 15 વિકેટ ડાબા હાથના બેટરોની લીધી હતી. ટેસ્ટ ઓવલમાં છે તો સવાલ છે શું ભારત અશ્વિન ફેક્ટરને નજરઅંદાજ કરી શકે છે?

ક્રિકેટની મૂળ બ્રાન્ડ સાથે જોડાઈ રહેવું પડશે
બેઝબોલની સાથે ઈંગ્લેન્ડે ટેસ્ટમાં નવું વલણ અપનાવ્યું છે. ઓસ્ટ્રેલિયન ટીમ પણ આક્રમક રમે છે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયા એક ઓવરમાં સરળતાથી 4-5 રન બનાવી શકે છે. ભારતે પોતાની નેચરલ ગેમ રમીને ઈંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવવાનો પ્રયાસ કરવો પડશે. તો ભારતીય બેટરોએ મોટી ઈનિંગ રમવી પડશે. 

ફાસ્ટ બોલર કઈ રીતે કરશે નવા બોલનો ઉપયોગ
WTC ફાઈનલ ઈંગ્લેન્ડમાં નિર્મિત ગ્રેડ-1 ડ્યૂક બોલનો ઉપયોગ કરવામાં આવશે. ડ્યૂક બોલ કૂકાબુરા કે એસજીથી અલગ હોય છે. ડ્યૂક વધુ સમય સુધી ટકી રહે છે અને તેની સીમ સ્વિંગ માટે મદદરૂપ હોય છે. મોહમ્મદ શમી અને સિરાજે ડ્યૂક બોલથી સારી બોલિંગ કરવી પડશે. ઈંગ્લેન્ડમાં શમીનો રેકોર્ડ સારો નથી. તેણે 13 ટેસ્ટમાં 38 વિકેટ ઝડપી છે. સિરાજે પાંચ ટેસ્ટમાં 18 વિકેટ લીધી છે. બેકઅપ પેસર શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ કે જયદેવ ઉનડકટમાંથી જે પણ પ્લેઇંગ ઈલેવનમાં હશે તેણે સારો સાથ આપવો પડશે. બીજીતરફ મિશેલ સ્ટાર્ક, અને કેપ્ટન પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાનો ઈંગ્લેન્ડમાં સારો રેકોર્ડ છે. સ્ટાર્કે 9 ટેસ્ટમાં 33 વિકેટ તો કમિન્સે પાંચ ટેસ્ટ મેચમાં 29 વિકેટ ઝડપી છે. 

કેચ બનશે X ફેક્ટર
2021ની ફાઈનલમાં ભારત જ્યારે ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું તો અન્ય વાતો સિવાય કેચિંગમાં પણ ટીમનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ભારતે પ્રથમ ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. તો બોલરોએ એક સમયે કીવી ટીમનો સ્કોર 162/6 કરી દીધો હતો. ત્યારબાદ ફીલ્ડરોએ કેચ છોડ્યો જેનું નુકસાન ભારતીય ટીમે ભોગવવું પડ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news