Junagadh: ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જેમાં પત્નીએ ઘરેલુ હિંસા માટે પતિ પર શારીરિક સંબંધો સંબંધિત આરોપ લગાવ્યો છે. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપનાર નવપરિણીત મહિલા હાલ માતા-પિતા સાથે રહે છે. ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં એક નવપરિણીત યુગલનો અનોખો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસમાં પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવતી વખતે પત્નીએ કહ્યું છે કે પતિએ લગ્ન કર્યા છે પરંતુ તેને શારીરિક સંબંધ બાંધવામાં રસ નથી. તે સંપૂર્ણપણે ભાગે  છે અને મને સંતુષ્ટ કરતા નથી. આ અંગે નવપરિણીત યુવતીએ જૂનાગઢ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો લેટેસ્ટ રેટ


એક વર્ષ પહેલા લગ્ન થયા હતા
જૂનાગઢના મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચેલી આ ફરિયાદમાં જણાવાયું છે કે, આ 23 વર્ષીય પરિણીતાના લગ્ન ફેબ્રુઆરી 2022માં પોરબંદરમાં થયા હતા.  લગ્નના બે અઠવાડિયા પછી જ છોકરીને સમજાયું કે તેના પતિને શારીરિક સંબંધોમાં રસ નથી. પત્નીનો આરોપ છે કે જ્યારે પણ તેણે પતિ સાથે નજીક આવવાની કોશિશ કરી તો તેના પ્રયાસો સફળ ન થયા અને પતિ જતો રહ્યો. તેણે કોઈ ઉત્સાહ દાખવ્યો નહોતો. નવપરિણીતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિએ લગ્ન તો કર્યા હતા પરંતુ તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તેને પત્ની તરીકેનો અધિકાર આપ્યો ન હતો.


હાહાકાર મચાવ્યો! સુરતમાં 45 વર્ષીય વ્યક્તિ ખુરશી પરથી ઢળી પડ્યા બાદ મોત


ફરિયાદના આધારે ધમકી મળી
નવપરિણીત મહિલાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે જ્યારે તેણે તેના પતિના વર્તનની જાણ તેના સાસરિયાઓને કરી તો તેઓએ તેને ઠપકો આપ્યો અને આ બાબતે વધુ ચર્ચા ન કરવા કહ્યું. જ્યારે તેના પતિને ખબર પડી કે તેણે તેના માતાપિતાને કહ્યું છે, ત્યારે તેણે કથિત રીતે તેને મારી નાખવાની ધમકી આપી હતી.


ઈમરાન ખાન અને પાક આર્મીનો ગૂંચવાયેલો સંબંધ, મિત્રતા દુશ્મનાવટમાં કેવી રીતે બદલાઈ?


ચોરીનો લગાવ્યો આરોપ
નવપરિણીત પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેની સાસુ દહેજની માંગણી કરતી હતી અને તેના પિતાએ તેને લગ્નની ભેટમાં કબાડ આપ્યો હોવાનું કહીને ટોણાં મારતા હતા. એક વખત તેની સાસુએ તેના પર 200 રૂપિયાની ચોરીનો આરોપ પણ લગાવ્યો હતો અને જ્યારે તેણે વિરોધ કર્યો તો તેના પતિએ તેને માર માર્યો હતો. નવપરિણીત પરિણીતાનું કહેવું છે કે આ કારણે તે હવે જૂનાગઢમાં તેના માતા-પિતાના ઘરે રહે છે.