અમરેલી: અબ્દુલ-સલીમ છરીની અણીએ યુવતી પર 6 મહિના સુધી આચરતા રહ્યા દુષ્કર્મ
અમરેલીની એક 28 વર્ષીય યુવતી સાથે બહારપરામાં રહેતા એક વ્યક્તિ દ્વારા વારંવાર ધાક-ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત આ અસામાજીક તત્વો બે શખ્સોએ ઘરમાં ઘુસીને તોડફોડ કરીને અમારી પાસે નહી આવે તો મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. જેથી કંટાળેલી યુવતીએ આખરે સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં ચાર દિવસમાં આ ચોથી ઘટના બનતા પોલીસ પણ દોડતી થઇ છે.
અમરેલી : અમરેલીની એક 28 વર્ષીય યુવતી સાથે બહારપરામાં રહેતા એક વ્યક્તિ દ્વારા વારંવાર ધાક-ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત આ અસામાજીક તત્વો બે શખ્સોએ ઘરમાં ઘુસીને તોડફોડ કરીને અમારી પાસે નહી આવે તો મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. જેથી કંટાળેલી યુવતીએ આખરે સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં ચાર દિવસમાં આ ચોથી ઘટના બનતા પોલીસ પણ દોડતી થઇ છે.
કેન્દ્ર સરકારનાં પ્રોજેક્ટને અમલીકરણ માટે સુરતને બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ
બહારપરામાં ડુબાણીયાપરામાં રહેતા યાસીન ઉર્ફે જીવો અબ્દુલ સેલોત નામનો વ્યક્તિ અમરેલીમાં 28 વર્ષીય યુવતી પર ગત જન્માષ્ટમીનાં તહેવારથી માંડીને અત્યાર સુધી વારંવાર મનફાવે ત્યારે દુષ્કર્મ આચરતો હતો. આ યુવતીએ ચોરાપામાં રહેતા સલીમ રાઠોડ નામનાં વ્યક્તિ વિરુદ્ધ પણ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીએ જણાવ્યું કે, આ વ્યક્તિઓ વારંવાર છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.
વડોદરા: ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો, વિસ્ફોટ એટલો ભયાનક કે ઘરમાં તિરાડો પડી
આ યુવતી જ્યારે પોતાની બહેન સાથે નદીમાં કપડા ધોઇ રહી હતી ત્યારે અચાનક આ બંન્ને આવ્યા હતા. તેનો પીછો છેક ઘર સુધી કરીને તેને ગાળો પણ આપી હતી. જો કે યુવતીએ કંઇ જવાબ નહી આપતા તેનાં ઘરમાં ઘુસીને તોડફોડ કરીને મારી નાખવાની ધમકી આપી હતી. યાસીને યુવતી પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ કર્યાનો ફરિયાદમાં તેણે ઉલ્લેખ કર્યો હતો. ચાર દિવસમાં દુષ્કર્મની ચોથી ફરિયાદ આવતા અમરેલી પોલીસ દોડતી થઇ છે. તમામ આરોપીઓને ઝડપીને તેમને પાઠ ભણાવીને ઉદાહરણ બેસાડવા માટે દોડતી થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube