નવસારી : મીંઢાબારીમાં ગિફ્ટમાં બ્લાસ્ટ પ્રકરણમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં વરરાજાની સાળીના પૂર્વ પ્રેમીએ પોતાની પ્રેમિકાને મારવાનો પ્લાન ઘડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રાજેશ પટેલ ઉર્ફે રાજુ પહેલાથી જ પ્રેમિકાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જેના પગલે તેણે ટેડીબેરની ગિફ્ટ દ્વારા પોતાની પ્રેમિકાને મારવાનો પ્લાન ઘડ્યો હોવાની સંભાવના પિતાએ વ્યક્ત કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ભૂલથી ગિફ્ટ વરરાજાએ ખોલી ચેક કરતાં બ્લાસ્ટ થયો હતો. તેને પોતાની આંખો અને પંજો ગુમાવવાનો વારો આવ્યો હતો. ઉપરાંત તેમના 3 વર્ષિય ભત્રીજાને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. વાંસદા પોલીસે આરોપી રાજુ પટેલની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 32 નવા કેસ, 33 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


મહત્વનું છે કે હાલમાં એક તરફી પ્રેમમાં પ્રેમીઓ છેલ્લી હદ વટાવતા હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. ગ્રીષ્મા વેકરીયા પ્રકરણમાં આરોપી ફેનીલ ગોયાણીને હાલમાં જ ફાંસીની સજા થઈ છે. તેના પ્રકરણની શાહી સુકાઇ નથી ત્યાં ફરિવાર પોતાની પ્રેમિકાને જાનથી મારી નાખવાનો કારસો ઘડાયો હોય તેવી શક્યતાઓ પેદા કરતો કિસ્સો નવસારીના મીંઢાબારીમાંથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં વરરાજા લતેશ ગાવિતની સાળીના પૂર્વ પ્રેમી રાજુએ ગિફ્ટમાં સંભવિત ડિટોનેટર ફિટ કરીને પ્રેમિકાને બ્લાસ્ટથી ઉડાવવાની કોશિશ કરી હોવાની ફરિયાદ લતેશના સસરાએ કરી હતી. 


JAMNAGAR માં વિચિત્ર વાયરસનો પગપેસારો, આખલો પણ મિનિટોમાં હાંફીને પડી જાય છે


નવસારીના વાંસદાના મિંઢાબારી ગામે મંગળવારે સવારે નવપરિણીત યુવક લતેશ પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો. તે સમયે એક ટેડીબેર જેવું ગિફ્ટ ચેક કરવા જતાં અચાનક તેમાં ધડાકો થયો હતો, જેમાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજાઓ થવા પામી હતી. બ્લાસ્ટની ઘટના બનતા નવસારી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. એફએસએલની મદદ લઈ બ્લાસ્ટમાં વપરાયેલા સાધનોની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી રાજેશે ટેડીબિયરમાં ડિટોનેટર ફિટ કરી આરતીબેનને આપ્યું હતુઁ. આ અંગેની માહિતી પ્રેમિકા જાગૃતિબેનને ન થાય તે રીતે તેમની બાળકીને આપજો. આરતીબેન લગ્નમાં ગયા હતાં, ત્યાં તેમને આ ટેડીબિયર ઘરમાં મૂક્યું હતું. 


જ્ઞાનવાપી મસ્જિદમાં મળેતા શિવલિંગ બાબતે વાણી વિલાસ કરનાર AIMIM ના નેતા દાનિશ કુરેશીની અટકાયત


જોકે જાગૃતિના પરિવારને લાગ્યું હતું કે, આ લગ્નમાં આવેલું ગિફ્ટ છે, જેથી તેમને દીકરીના સાસરે આ ગિફ્ટ મોકલી આપ્યું હતુઁ. દરમિયાનમાં બ્લાસ્ટની ઘટના બની હતી. મહત્વનું છે કે કોઈપણ વરરાજા જે રીતે પોતાના લગ્નને માણે તે ઉમંગ અને ઉત્સાહમાં આવી લતેશે પોતાના વરઘોડામાં ઠુમકા લગાવ્યા હતા. ત્યારે તેને ક્યાં ખબર હતી કે લગ્ન બાદ તેની સાથે જીવનભર યાદ રહી જાય તેવો ન ભૂલાય તેવો અકસ્માત થશે. બ્લાસ્ટ બાદ વરરાજાની જીંદગી જ બદલાઈ ગઈ હોય તેમ કાલે નાચવામાં મગ્ન લતેશ ગાવિત આજે હોસ્પિટલમાં આંખ અને પંજો ગુમાવીને સાજા થવાની રાહ જોઈ રહ્યો છે. 


દારૂબંધીના નામે તંત્ર ફેફસા ફુલાવે છે પણ આ ગામની અડધી મહિલાઓ દૂરીના કારણે વિધવા બની


પ્રેમિકાને મારવાના ચક્કરમાં નિર્દોષ વરરાજા લતેશ ભોગ બનતા જિંદગી તબાહ થવા પામી છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપી રાજુએ ભૂતકાળમાં પ્રેમિકા જાગૃતિને વોટ્સએપ પર મારી નાખવાની ધમકી આપી હતી. પરિવારે અગાઉ પોલીસ ફરિયાદ પણ કરી હતી. માત્ર 6 દિવસના લગ્ન જીવનમાં પોતાની આંખ ગુમાવનારા વરરાજા લતેશને તેના સસરાએ પોતાની આંખ ડોનેટ કરવાની તૈયારી બતાવી છે. હાલમાં વાંસદા પોલીસે આરોપી રાજુ અને તેના મિત્ર  મનોજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube