અલ્કેશ રાવ/બનાસકાંઠા : જિલ્લાના પાલનપુરના ફતેપુરા ગામે 5 દિવસ પૂર્વે થયેલ આધેડની હત્યામાં ખુદ ફરિયાદી પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પશુપાલનના વ્યવસાયમાં પુત્રને દેવું થઈ જતા દેવું પૂરું કરવા જમીન વેચવા મામલે પિતા અને પુત્ર વચ્ચે તકરાર ચાલી રહી હતી. તકરાર દરમિયાન ત્રણ દિવસ અગાઉ પુત્રએ જ પિતાને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવતા પોલીસે હત્યારા પુત્રની અટકાયત કરી છે. જેલના સળીયા પાછળ ધકેલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોની રજુઆતો છતા પણ નિંભર તંત્ર કુંભકર્ણનિંદ્રાધીન


બનાસકાંઠાના ફતેપુરા ગામે પાંચ દિવસ અગાઉ આધેડની હત્યાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના એવી હતી કે ફતેપુરા ગામે રહેતા સેધાભાઈ ભીખાભાઈ પ્રજાપતિ સોમવારે રાત્રે તેમના ખેતરમાં મોટા પુત્ર ભગવાનભાઇના ઢાળીયામાં સુઈ રહ્યા હતા. દરમિન રાત્રિના સમયે તેમની હત્યા થઈ ગઈ હતી. જોકે વહેલી સવારે તેમના મોટા પુત્રની પત્ની મીનાબેન અને પુત્ર નિકુલ પશુ દોહવા ખેતરમાં પહોંચ્યા અને ગાયો દોયા બાદ સેધાભાઈને જગાડવા જતા સેધાભાઇ લોહીલુહાણ હાલતમાં નજરે પડ્યા હતા. સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. 


GUJARAT CORONA UPDATE: નવા 61 કેસ, 186 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


જોકે આ સમગ્ર ઘટનાને લઇ તેમના નાના પુત્ર દિનેશએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પિતાની હત્યા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સઓ સામે ગુનો નોંધી પાલનપુર તાલુકા પોલીસ સહિત એલસીબીનો કાફલાએ ડોગ સ્કવર્ડને સાથે રાખી તપાસ હાથ ધરી તો ફરિયાદી દિકરો જ ખુદ હત્યારો નીકળ્યો હતો. જો કે પોલીસે હત્યારા દીકરાની પૂછપરછ કરી તો હત્યારો નાનો દીકરો દિનેશ પ્રજાપતિ બે વર્ષ અગાઉ નવસારી ખાતે હીરાના વ્યવસાય સાથે સંકળાઈ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. 


અમદાવાદ એરપોર્ટ ડ્રગ્સ તસ્કરીનું સ્વર્ગ બની રહ્યું છે? 15 દિવસમાં 90 કરોડનું ડ્રગ્સ ઝડપાયું


જોકે કોરોનાને કારણે હીરા ઉદ્યોગ છોડી પરિવાર સાથે વતન ફતેપુર આવ્યો. અને સગાસંબંધી તેમજ મિત્રો પાસેથી ઉછીના નાણાં લઈ જમીન ઉધડ (ભાડે) રાખી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો અને સાથે સાથે રૂ.૮ લાખના ખર્ચે મકાન પણ બનાવ્યું હતું. જેના કારણે દિનેશને દેવું થઇ ગયું. દિનેશ પોતાના ભાગે આવતી જમીન વેચી દેવું ભરપાઈ કરવા માગતો હતો પરંતુ આ જમીન પિતા સેંધાભાઇને નામે હોઈ વેચી શકાય તેમ નહોતી. જેથી જો પિતાનું મોત થાય તો વારસાઈ હક્કે જમીન પોતાના નામે થઈ જાય અને પછી જમીન વેચી દેવું ચૂકતે કરી શકે તેવું વિચારી તેને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પિતા રાત્રે ઢાળીયામાં સૂતા હતા તે સમયે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી પિતાની નિર્મમ હત્યા કરી દીધાનો ઘટસ્ફોટ થતાં જ પોલીસે અત્યારે તો હત્યારા દિકરા દિનેશને પિતાની હત્યા કરવા મામલે જેલના સળીયા પાછળ ધકેલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube