વડોદરામાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોની રજુઆતો છતા પણ નિંભર તંત્ર કુંભકર્ણનિંદ્રાધીન
Trending Photos
વડોદરા : સ્માર્ટ સીટી અંતર્ગત વડોદરાના અનેક વિસ્તારોને ડેવલપ કરવામાં આવી ચુક્યાં છે અને અનેક સ્થળે ડેવલપમેન્ટ ચાલી પણ રહ્યું છે. ત્યારે સ્વચ્છતા અભિયાન વડોદરા પાલિકા દ્વારા વડોદરાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રથમ ક્રમાંકે લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આવી વાતો પાલિકા દ્વારા કરવામાં આવે છે, ત્યારે વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં આવેલ લખડીકોઈ વરસાદી કાંસમાં ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. તેવામાં અનેક રજૂઆત સ્થાનિક અને કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા કરવામાં આવી છે. તેમ છતા પણ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે કોંગ્રેસનાકાઉન્સિલર બાળું સૂર્વે દ્વારા લખડિકોઇ કાસમાં ઉતરીને વિરોધ કરવામાં આવ્યો હતો.
વડોદરાની વાત કરીએ તો સ્માર્ટ અને સ્વચ્છ અભિયાન અંતર્ગત હાલ વડોદરાનો આઠમા ક્રમાંક પર રહ્યું છે પરંતુ વડોદરામાં આવેલ વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં લખડિકોઈ કાસની ગંદકી કહી બતાવી રહી છે કે સ્માર્ટ સીટી અંતર્ગત સ્વચ્છ ભારતની વાત કરનાર પાલિકા વડોદરા અને સ્વચ્છ કરવામાં તદ્દન નિષ્ફળ નિવડયુ છે. અનેકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ વરસાદી કાંસની સફાઈના નામે મીંડુ છે. જેના કારણે ગંદકી દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે સ્થાનિક લોકો પરેશાન થઇ રહ્યા છે. જો કે સ્થાનિક લોકોએ ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, જો આગામી દિવસોમાં કામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો પોતે જ ગાંધીચિંધ્યા માર્ગે ન માત્ર વિરોધ કરશે પરંતુ કાસ પણ પોતે જ સ્વચ્છ કરી નાખશે.
અધિકારીઓને આ અંગે પુછવામાં આવતા, તેમણે પોતાનો લુલો બચાવ કરવાની સાથે સાથે સરકારી જવાબ પણ આપ્યો હતો. વડોદરા મહાનગર પાલિકા દ્વારા તમામ કામ કરવામાં આવે છે. અને જે કામ બાકી છે તે તમામ પણ કામ ચાલુ છે. વરસાદી કાસનું કામ અમાંરા ધ્યાને આવ્યું તો તે કામ પણ જલ્દી કરવામાં આવશે .અને બીજી જગ્યાએ જે પણ સમસ્યા છે તે સ્થળ મુલાકાત કરીને વહેલી તકે કામ થાય તે રીતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે