અમદાવાદ:  રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત પ્રમાણેની પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કુલ 367 નવા કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15572 થઇ ચુકી છે. જ્યારે 454 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. જેને લઇને 8001 કુલ સ્વસ્થ દર્દીઓને ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યા છે. જો કે બીજી તરફ 22 દર્દીઓનાં મોત પણ નિપજ્યાં છે. જેના પગલે રાજ્યનો કુલ મૃત્યુ આંક 960ને પાર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટો નિર્ણય: જો ગેસ સિલિન્ડર બુક કરાવ્યું હોય તો થઇ જજો સાવધાન, આ અહેવાલ ખાસ વાંચો


રાજ્યમાં અમદાવાદ -૨૪૭, સુરત-૪૪, વડોદરા-૩૩, મહીસાગર- ૦૮, કચ્છ- ૦૭, રાજકોટ-૦૭, ગાંધીનગર – ૦૪, આણંદ, પંચમહાલ ૨, ખેડા,
અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, જુનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્રનગર અને વલસાડ ખાતે ૧-૧ કેસ એમ રાજ્યમાં કુલ ૩૬૭ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 454 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી હતી. 


સુરત: યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી પછી દેહ વ્યાપારમાં ઘકેલતો ઝાકીર નામનો શખ્સ ઝડપાયો


રાજ્યમાં અમદાવાદ - ૧૬, વડોદરા- ૩, કચ્છ, પાટણ, અને સુરેન્રનગર ખાતે ૧-૧ મરણ આજ રોજ કોચવદ-૧૯ નાં કારણે નોંધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ ૯૬૦ મરણ થયા છે. કોવિડ 19 ના જુદા જુદા જિલ્લાઓમાં કુલ 1,98,048 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જો કે સરકાર દ્વારા રોજિંદા કેટલા ટેસ્ટ થયા તે છુપાવવામાં આવી રહ્યા છે. હાલ કુલ 6611 કુલ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 76 દર્દીઓ છે જ્યારે સ્ટેબલ દર્દીઓ 6535 છે. આ ઉપરાંત 8001 ડિસ્ચાર્જ થયા છે. 960 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube