આગામી તમામ સરકારી પરીક્ષાના પેપરો ફૂટવાનાં છે, સરકારે કાર્યવાહી નથી કરી: યુવરાજસિંહ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સામે આવીને ફરી એકવાર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં તેમણે સરકાર સામે સીધા જ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને સવાલ કર્યો કે, પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આજદીન સુધી 11 પેપર ફુટવાની ઘટના સામે આવી છે. જે પૈકી એક પણ પેપરમાં પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નહી હોવાનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સામે આવીને ફરી એકવાર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં તેમણે સરકાર સામે સીધા જ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને સવાલ કર્યો કે, પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આજદીન સુધી 11 પેપર ફુટવાની ઘટના સામે આવી છે. જે પૈકી એક પણ પેપરમાં પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નહી હોવાનો આરોપ લગાવ્યો હતો.
જેથી આજે તેઓએ સરકારને સજાગ કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. પેપર ફુટવાની ઘટના આગામી દિવસોમાં પણ બનશે તેવી આશંકા તેમણે વ્યક્ત કરી હતી. તકેદારીના ભાગરૂપે સરકારને સજાગ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ન તો સિસ્ટમ સુધરી ન તો સિસ્ટમનો સડો બહાર આવ્યો તે પેપર નહી ફુટે તેવું કંઇ રીતે કહી શકાય. આ પેપર ફરી એકવાર ફુટશે જ તેવી ભિતિ વ્યક્ત કરી હતી.
રાજરસ્થાન સરકારે રિટની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું તેમાં તત્કાલ પગલા લીધા તેના જે પણ અધિકારીઓ હતા બોર્ડના અધ્યક્ષના ઘરે પણ દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવ્યા. ગુજરાતમાં પેપર ફુટ્યાની ઘટનામાં અત્યાર સુધીમાં એક પણ કર્મચારી સામે પગલું લેવાયું નથી. રાજસ્થાન સરકાર કાર્યવાહી કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ ન કરી શકે?
આ ઉપરાંત ગેરરિતિથી નોકરી કરી રહેલા ઉમેદવારોને પણ ઘર ભેગા કરી દેવામાં આવે તેવી માંગ કરી હતી. રાજસ્થાનમાં જે ભાજપ હાલ વિરોધ કરી રહી છે તે જ ભાજપ ગુજરાતમાં કોઇ કાર્યવાહી કરવા માટે તૈયાર નથી. અન્ય રાજ્યની સરકારો યુવાનોના હિતમાં નિર્ણયો લઇ શકે તો ગુજરાત સરકાર કેમ કામગીરી કરી શકે નહી. આ અંગે ગુજરાત સરકારે એક પણ દાખલો બેસે તેવી કામગીરી કરી નથી.