અમદાવાદ : રાજ્યનાં કોરોના પોઝીટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સવારે વધારે ત્રણ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 58 દર્દીઓ હતા. જો કે બપોર પછી રાજકોટ ગ્રામ્યમાં 1, ગીર સોમનાથમાં 1 અને પોરબંદરમાં 1 એમ કુલ ત્રણ નવા પોઝીટીવ કેસ નોંધાતા આ આંકડો 61 પર પહોંચી ચુક્યો છે. જો કે આ ત્રણેય કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા હોવાથી અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહી હોવાનાં કારણે સરકાર ચિંતિત બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અને સેવાભાવી સંસ્થાઓ સતત ખડેપગે

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરોમાંથી મોટા પ્રમાણમાં લોકો હિજરત કરીને ગામડાઓમાં પરત ફરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમદાવાદ અને સુરતથી મોટા પ્રમાણમાં લોકો હિજરત કરી ચુક્યા છે. ત્યારે હવે ગ્રામ્ય સ્તરેથી કેસ આવતા સરકારની ચિંતામાં વધારો થયો છે. આ સાથે અમદાવાદમાં કુલ 21 કેસ પોઝીટીવ, 3નાં મોત અને 1 કેસ રિકવર થયો છે. સુરતમાં 7 કેસ પોઝીટીવ અને એક વ્યક્તિનુ મોત થયું છે. ગાંધીનગર-વડોદરા અને રાજકોટમાં 9-9 કેસ પોઝીટીવ કેસ થયા છે. કચ્છ, મહેસાણા, પોરબંદર અને ભાવનગરમાં કુલ 1-1 કેસ પોઝીટીવ છે. જ્યારે ગીર સોમનાથમાં 2 કેસ પોઝીટીવ આવ્યા છે. આ રીતે કુલ  61 પોઝીટીવ કેસ એક વ્યક્તિ રિકવર થઇ છે અને 4 લોકોનાં મોત નિપજ્યા છે. (ભાવનગરનાં નાગરિકનું મોત થયું છે પણ તે દિલ્હીમાં થયું છે.)


અમદાવાદ: લોકડાઉન છતા પણ UP, MP અને રાજસ્થાની શ્રમજીવીઓની હિજરત યથાવત્ત

મુખ્યમંત્રી દ્વારા બાગાયતી પાક અને ઉનાળુ પાકની પિયત અને પાક જાળવણી માટે ખેતરમાં ખેડૂતોને અવર જવર માટેની છુટ આપી છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડ પણ આંશિક રીતે શરૂ રાખવા માટેની છુટ આપવામાં આવી છે. જો કે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા આ છુટનો ગેરફાયદો નહી ઉઠાવવા માટે પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. 


અમરેલીના સાંસદ દ્વારા તૈયાર કરવામાં આવી અનોખી MODI કિટ, ભોજન સાથે માહિતી પણ પીરસાશે

કોરોના દિવસભર...
- રાજ્ય સરકાર દ્વારા જેલમાં કોરોના ન ફેલાય તેની તકેદારી માટે સાત વર્ષથી ઓછી સજા હોય તેવા તમામ કેદીઓને 2 મહિના માટે પેરોલ પર છોડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તમામ કેદીઓને પેરોલ પર છોડતા પહેલા તેમની મેડિકલ તપાસ કરવામાં આવશે. જો તેઓ સંપુર્ણ સ્વસ્થ હશે તો જ પેરોલ પર છોડાશે. 
- કાચા કામના 1500 જેટલા કેદીઓને કામચલાઉ જામીન આપવામાં આવશે. 
- અમદાવાદ કોર્પોરેશન દ્વારા સોમવારથી મેડિકલ ઓફિસર અને પેરામેડીકલ સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં નામે જોખમી વિસ્તારોની યાદી નામથી એક ખોટુ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર વહેતું થયું છે. 
- કોર્પોરેશન દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ચાલુ કરાયેલી હેલ્પ લાઇનની મદદે અનેક સ્વયંસેવી સંસ્થાઓ આવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube