અમરેલીના સાંસદ દ્વારા તૈયાર કરવામાં આવી અનોખી MODI કિટ, ભોજન સાથે માહિતી પણ પીરસાશે

હાલ સમગ્ર દેશ તથા રાજ્યમાં લોકડાઉનની સ્થિતીના કારણે શ્રમજીવી પરિવારોની કફોડી સ્થિતી થઇ છે. જો કે તેમની મદદ માટે મોટા પ્રમાણમાં સમાજ સેવી સંસ્થાઓ આગળ આવી રહી છે. આ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદો પણ પોત પોતાનાં વિસ્તારમાં રહેતા શ્રમજીતીઓને કોઇ તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. દિલ્હી હાઇકમાન્ડ દ્વારા તમામ સાંસદો સહિત ભાજપનાં દરેક સભ્યને જવાબદારી સોંપવામાં આવી છે કે લોકડાઉન દરમિયાન કોઇ પણ વ્યક્તિને કોઇ પણ સમસ્યા ન થાય તેવી વ્યવસ્થા કરવાની છે. 
અમરેલીના સાંસદ દ્વારા તૈયાર કરવામાં આવી અનોખી MODI કિટ, ભોજન સાથે માહિતી પણ પીરસાશે

અમરેલી : હાલ સમગ્ર દેશ તથા રાજ્યમાં લોકડાઉનની સ્થિતીના કારણે શ્રમજીવી પરિવારોની કફોડી સ્થિતી થઇ છે. જો કે તેમની મદદ માટે મોટા પ્રમાણમાં સમાજ સેવી સંસ્થાઓ આગળ આવી રહી છે. આ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદો પણ પોત પોતાનાં વિસ્તારમાં રહેતા શ્રમજીતીઓને કોઇ તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. દિલ્હી હાઇકમાન્ડ દ્વારા તમામ સાંસદો સહિત ભાજપનાં દરેક સભ્યને જવાબદારી સોંપવામાં આવી છે કે લોકડાઉન દરમિયાન કોઇ પણ વ્યક્તિને કોઇ પણ સમસ્યા ન થાય તેવી વ્યવસ્થા કરવાની છે. 

અમરેલીના સાંસદ નારયણ કાછડીયાએ જરૂરિયાતમંદ લોકોના ભોજનની વ્યવસ્થા મળી રહે તે માટે રાશનકિટ તૈયાર કરી છે આ કિટનું નામ મોદી કિટ રાખવામાં આવ્યું છે. આ કિટમાં કોરોનાથી કઇ રીતે બચી શકાય અને કેવી તકેદારી રાખવી જોઇએ વગેરે બાબતોનો કિટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત જો શંકાસ્પદ લક્ષણ જણાય તો રાજ્ય જિલ્લા તંત્રનો સંપર્ક કરવા સહિતની તમામ તકેદારી અને જરુરી માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ અંગે જણાવતા નારણ કાછડીયાએ જણાવ્યું કે, અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા જે વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે તેવા વિસ્તારોમાં આ કિટનું વિતરણ કરવામાં આવશે. જરૂર પડશે તો વધારે કિટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મારી ગ્રાન્ટમાંથી 51 લાખ રૂપિયાનો ચેક કલેક્ટરને અર્પણ કર્યો છે. આ ઉપરાંત એક મહિનાનો પગાર પણ મે કોરોના વાયરસ સામે લડવા માટે રિલિફ ફંડમાં આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news