ગૌરવ પટેલ/અમદાવાદ : શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે અનેક પરિપત્રો સાથે અનેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે, પરતું શું સાચા અર્થમાં બાળકો માટે ભાવી માટે તૈયાર કરેલી સુવિધા શું સાચા અર્થમાં બાળકો શિક્ષણમાં ઉપયોગ બની શકે છે. પછી બાળકો માટે ઉભી કરેલી સુવિધાઓ શોભાના ગઠીયા સમાન કે ઘુળ ખાઈ રહી છે. ત્યારે ૫ થી ૮માં ધોરણમાં વિધાથીઓ વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ માટે અનોખી વ્સ્યસ્થા ઉભી કરવામાં આવી હતી. પરતું વિજ્ઞાન અભુરૂચી માટે ઉભી કરેલી વ્યવસ્થાની સ્થિતી ખુબ જ દયનીય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કક્ષાની અશ્વસ્પર્ધામાં ગુજરાતી ઉદ્યોગપતિની વછેરીએ બાજી મારી
સરકાર વિધાથીઓ માટે ભાર વિનાન ભણતર માટે અનેક યોજનો અને સુવિધાઓ ઉભી કરી છે. ત્યારે પાંચથી આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે રાજ્ય સરકારે મોબાઈલ પ્રયોગ શાળા વિકસવી હતી. આ મોબાઈલ પ્રયોગ શાળામાં રાજ્ય સરકારે ૨૦૧૭માં રાજ્યના ચાર ઝોનમાં અમલી મૂકી હતી. મોબાઈલ પ્રયોગ શાળાનું મુખ્ય ઉદેશ્ય ધોરણ પાચથી આઠ ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અભ્યાસમાં આવતા વિજ્ઞાનના પ્રયોગનું લાઈવ ડેમો દ્વારા જ્ઞાન મેળવી શકે તે મુખ્ય ઉદેશ્ય હતો. ૨૦૧૭માં રાજ્ય સરકાર દ્વારા લીલી ઝંડી આપીને રાજ્યના ચાર ઝોનમાં ફાળવ્યા હતા. તેમાંથી મધ્યઝોન માટે મોબાઈલ પ્રયોગ શાળા ફાળવામાં આવી હતી.


ઝારખંડ જીત: ગુજરાત કોંગ્રેસ દ્વારા ફટાકડા-મીઠાઇ સાથે કરવામાં આવી ઉજવણી


જેના થકી આ મોબાઈલ પ્રયોગ શાળામાં એક સાયન્સના શિક્ષક, હેલ્પર અને ડ્રાઈવર થકી શાળએ શાળાએ પહોચીને પાંચ થી આઠમાં ધોરણના વિધાર્થીઓને પ્રયોગ શીખવામાં આવતા હતા. પરંતું છેલ્લા કેટલાય સમયથી આ મોબાઈલ પ્રયોગ શાળાના પૈડા થંભી ગયા છે. એટલુ જ નહી અમદવાદ જિલ્લા પંચાયત ખાતે લાખો રૂપિયાની મોબાઈલ પ્રયોગ શાળા ધૂળ ખાઈ રહી છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી ધૂળ ખાઈ રહેલી મોબાઈલ પ્રયોગ શાળા મુદે જિલ્લા પ્રથમિક શિક્ષણ અધિકારી એમ.એન પટેલને  કહ્યું કે, બે વર્ષ પહેલા કાર્યરત થયેલી આ સુવિધા સ્ટાફ સરકારે આઉટ સોર્સીગ થકી ઉભો કર્યો હતો.


જો તમે ઘી ખાઇ રહ્યા છો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે, જો જો ચોંકીના ઉઠતા !


છેલ્લા કેટલાય સમયથી આઉટ સોર્સીગ સ્ટાફ અભાવે બધ હોવાનું સામે આવ્યું છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી બધી યોજનાઓ લાભ બાળકો મળી રહ્યો નથી. ત્યારે હવે જિલ્લા પંચાયત દ્વારા શરુ કરવાની વિચારના કરવાની વાત કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં ૬૯ હજાર બાળકો સાથે રાજ્યના લાખો વિધાર્થીઓ મોબાઈલ પ્રયોગ શાળા માધ્યમથી જીવવિજ્ઞાન, કેમેસ્ટી અને ફીજીક્સ જ્ઞાન મેળવે તે હેતુ સાથે શરુ થઈ હતી. પરતું હાલ સ્ટાફના અભાવે બાળકો વિજ્ઞાનના જ્ઞાનથી વચિત બન્યા છે. ત્યારે મોબાઈલ પ્રયોગ શાળાનો સ્ટાફ ક્ર્યારે આવે છે અને બાળકો સુધી પ્રયોગ શાળા પહોચે છે, કે પછી હાલ ધૂળ ખાઈ રહેલી પ્રયોગ શાળાના પૈડા થભેલા રહે છે, તે તો જોવું જ રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube